પરણવા જતો વર જાન લઇને પહોંચ્યો ત્યારે કન્યાના પક્ષના લોકોએ ચપલનો હાર પહેરાવી ધોલાઇ કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લગ્નમાં ખૂબ જ ધામધૂમથી જાન લઇને વર પરણવા જતો હોય છે. સગા સંબંધીઓ પણ જાનમાં ખુશી ખુશી ધૂમતા જાેવા મળતાં હોય છે, પરંતુ આપણે અહીં એવી ઘટનાની વાત કરી રહ્યા છે, જ્યાં વર જાન લઇને પહોંચ્યો ત્યારે કન્યાના પક્ષના લોકોએ તેનું સ્વાગત કરવાને બદલે તેને ચપલનો હાર પહેરાવી ધોલાઇ કરી હતી. આ જાેઇને લગ્ન પ્રસંગે નાશભાગ મચી ગઇ હતી. જાનૈયાઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા. એટલું જ નહીં, જાનૈયાઓ વરને માર ખાતો જાેઇ રફૂચક્કર થઇ ગયા હતા.

વરરાજાને ચપલ વડે માર મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતનો એક યુવક તેના મિત્રો અને સંબંધીઓ સાથે કોરબા જાન લઇને લગ્ન કરવા ગયો હતો, લગ્ન કરવા આવેલો વર પહેલેથી જ પરિણીત હતો. વરરાજાની પહેલી પત્નીએ દુલ્હનના પરિવારને ફોટા અને વીડિયો મોકલીને આખું સત્ય જણાવ્યું હતું. આ પછી લગ્નમંડપમાં ભારે હંગામો થયો હતો. યુવક પરિણીત હોવાનું સત્ય જાણ્યા બાદ દુલ્હનના પરિવારજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. જ્યારે મામલો સામે આવ્યો ત્યારે લગ્ન થવાના હતા.

વર દાદુરામે પોતાને ગુજરાતમાં આસિસ્ટન્ટ મેનેજર કહીને સંબંધ નક્કી કર્યા હતા, જે સંપૂર્ણ ખોટી વાત હતી. ભાંડો ફૂટતાં કન્યા પક્ષના લોકો ગુસ્સે ભરાયા હતા અને વરને ચપલનો હાર પહેરાવી માર માર્યો હતો. આ જાેતાં તેની સાથે આવેલા જાનૈયાઓ પણ ભાગી ગયા હતા. વરરાજાની મારપીટની માહિતી મળતાની સાથે જ કોતવાલી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી અને આરોપી વરને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. આ પછી કોલોનીના લોકો મોટી સંખ્યામાં વરરાજા સામે કાર્યવાહીની માંગ સાથે કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

Share This Article