ફૂટબોલની દુનિયામાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસ્સીની એક બીજા સાથે તુલના થતી જ રહે છે. આ બંને ખેલાડીઓને
દુનિયાના દિગ્ગજ ફૂટબોલર માનવામાં આવે છે. ફિફા વર્ડકપ બે દિવસ બાદ શરૂ થવા જઇ રહ્યો છે. ફિફા ફક્ત નામ છે, દુનિયાભરના
લોકોની નજર મેસ્સી અને રોનાલ્ડો પર અટકી છે.
વર્ષ 2006 થી 2014 વચ્ચે રમાયેસ ફિફા વર્લ્ડકપની જો વાત કરવામાં આવે તો, આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સી, પોર્ટુગલના કેપ્ટન
રોનાલ્ડો પર ભારે પડ્યા છે.
મેસ્સીના પ્રદર્શનની જો વાત કરવામાં આવે તો, 2006થી 2014ના ફિફા વર્લ્ડકપની 15 મેચમાંથી 5 ગોલ કર્યા છે અને તેમના
સાથીઓને 3 ગોલ કરવામાં મદદ કરી છે. જ્યારે પોર્ટુલના કેપ્ટન રોનાલ્ડોની વાત કરવામાં આવે તો તેમણે 15 મેચમાં 3 ગોલ કર્યા છે
અને 2 વાર તેમના સાથીઓને ગોલ કરવામાં મદદ કરી છે.
2006 થી 2014 સુધીના ફિફા વર્લ્ડકપમાં તો મેસ્સીનો જાદુ છવાયેલો રહ્યો છે, પરંતુ 2018ના આ વર્લ્ડકપમાં કોણ બાજી મારી જાય
છે, તે જોવું રહ્યું. મેસ્સી કે રોનાલ્ડો કોણ કોના પર ભારે પડશે.
WPL 2025ની પહેલી મેચ શરૂ થતા પહેલા આ ખેલાડીએ રેકોર્ડ બનાવ્યો, જાણો એવુ તે શું કર્યું,
14 ફેબ્રુઆરીના રોજ રમાયેલી મહિલા પ્રીમિયર લીગની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ આમને-સામને આવ્યા હતા. આ મેચમાં...
Read more