ન્યૂનતમ રકમના વચનને લઇ માયાના કોંગી પર ઉગ્ર પ્રહાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લખનૌ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલએ ગઇકાલે સોમવારના દિવસે છત્તીસગઢમાં વચન આપ્યું હતું કે, જો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં દરેક ગરીબને ન્યૂનતમ રકમની ગેરન્ટી આપવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આ વચન પર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પ્રશ્ન ઉઠાવ્યો છે. માયાવતીએ કોંગ્રેસને પૂર્વની ઇન્દિરા ગાંધી સરકારની યાદ અપાવતા કહ્યું હતું કે, ગરીબી હટાવોના નારાનું શું થયું. માયાવતીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની અગાઉની સરકારોના રેકોર્ડ અને ખાસ કરીને ઇન્દિરા ગાંધીની સરકારમાં ચર્ચામાં રહેલા ગરીબી હટાઓના નારા અને ઘોષણાના પરિણામ જનતાની સામે છે. કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓ દ્વારા ખેડૂતોની દુર્દશાને ખતમ કરવાને લઇને કરેલા વચનો હવા-હવાઈ સાબિત થયા છે.

એટલું જ નહીં બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ બંને નિષ્ફળ રહ્યા છે અને સાબિત કર્યું હતું કે, તે એક સિક્કાની બે બાજુ જ છે. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારોના ખાસ કરીને ગરીબી હટાવોનો ચર્ચાસ્પદ નારો હતો. વર્તમાનમાં કેન્દ્રની પૂર્ણ બહુમતિવાળી ભાજપ સરકારે વિદેશથી કાળુ નાણું પરત લાવીને દેશના દરેક ગરીબને ૧૫થી ૨૦ લાખ રૂપિયા આપીને તેમના અચ્છે દિન લાવવાનું વચન પણ માત્ર ચીટ સાબિત થયું છે. બસપા વડા માયાવતીએ કોંગ્રેસ પર નિશાનો સાંધતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીને એવી કોઇ પણ જાહેરાત તથા એવું કોઇપણ વચન સામાન્ય જનતાને આપતા પહેલા એ યોજનાઓ તેમની સરકારો ખાસ કરીને રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં અમલી કરીને બતાવું જાઇએ જેથી લોકોને આ પ્રકારની યોજનાઓ હવા-હવાઈ નલાગે.

Share This Article