ચિલીના જંગલોમાં ભીષણ આગ, ૪૬ લોકોના મોત, હજારો મકાનો ખાક થઇ ગયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ચિલીના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગની આ ઘટનામાં ઓછામાં ઓછા ૪૬ લોકોના મોત થયા છે. હજારો ઘર બળીને રાખ થઈ ગયા છે. ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. તેમણે કહ્યું કે જંગલોમાં ભયાનક આગ સતત ફેલાઈ રહી છે. આ આગના કારણે ચિલીમાં સ્થિતિ સતત વણસી રહી છે. આ પહેલા શનિવારે ચિલીના ગૃહમંત્રી કેરોલિના તોહાએ કહ્યું હતું કે હાલમાં દેશના મધ્ય અને દક્ષિણમાં ૯૨ જંગલો આગની લપેટમાં છે. તેમણે કહ્યું હતું કે શનિવારે બપોર સુધીમાં ૪૩,૦૦૦ હેક્ટર સુધીનું જંગલ બળીને રાખ થઈ ગયું હતું. જંગલોમાં વધી રહેલી આગને જાેતા ચિલીની સરકારે શનિવારે કેન્દ્ર અને દક્ષિણમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે કહ્યું કે અહીંનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ (૧૦૪ ડિગ્રી ફેરનહીટ) સુધી પહોંચી ગયું છે અને આ ભયંકર જંગલમાં આગનું કારણ છે. બોરીકે શનિવારે બપોરે હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ પછી જંગલમાં લાગેલી આગને કારણે ઓછામાં ઓછા ૪૬ લોકોના મોત થયા છે. જે રીતે સ્થિતિ છે, આ સંખ્યા હજુ વધી શકે છે. ચિલીના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય છે. જ્યારે પણ આવું બન્યું છે, ડઝનેક લોકોના મોત થયા છે. તાજેતરની આગની ઘટનામાં હજારો મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. આખું શહેર ધુમાડાથી ભરાઈ ગયું છે. આગના કારણે સેંકડો પરિવારો ઘર છોડીને જતા રહ્યા છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ બહાર છે. જાે કે સરકાર તરફથી બચાવ કાર્ય સતત ચાલુ છે.

Share This Article