શ્રીનગર,નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આજે સાંજે કરવામાં આવેલા એક મોટા હુમલામાં સીઆરપીએફના ૩૦થી વધુ જવાનો શહીદ થતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો ઉપર કરવામાં આવેલા આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરાયો હતો. જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી છે. કાશ્મીરમાં પુલવામાં થયેલા ભીષણ હુમલાની સાથે સાથે નીચે મુજબ છે.
- જમ્મુ કાશ્મીરના પુલવામામાં સાંજે સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરાયો
- શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં હુમલો કરાયો
- દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારો સહિત દેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી
- પુલવામા હુમલાની જવાબદારી ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદે સ્વીકારી
- વિડિયો જારી કરીને હુમલા અંગેની જૈશે મોહમ્મદે જવાબદારી લીધી
- પુલવામા હુમલામાં સીઆરપીએફના ૩૦થી વધુ જવાનો શહીદ થયા અને મોટી સંખ્યામાં જવાનો ઘાયલ થયા
- આતંકવાદીઓએ પહેલા હાઈવે ઉપર ઉભેલી એક કારમાં પ્લાન્ટ કરવામાં આવેલા આઈઈડીમાં બ્લાસ્ટ કર્યો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો
- હુમલા બાદ ઘાયલ જવાનોને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
- પ્રચંડ હુમલામાં ઘટનાસ્થળે જ ૧૬થી વધુ જવાનો શહીદ થયા અને અન્ય જવાનો હોÂસ્પટલમાં મૃત્યુ પામ્યા
- આ કાફલા ઉપર હુમલો તે વખતે કરવામાં આવ્યો જ્યાં જમ્મુથી શ્રીનગર તરફ જઈ રહ્યો હતો અને ૨૦૦૦ જવાનો સામેલ હતા
- ભીષણ હુમલાની માહિતી મળ્યા બાદ પુલવામામાં તૈનાત સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની અન્ય કંપનીઓને અવન્તીપોરા મોકલવામાં આવી
- સેનાએ જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિક બંધ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું
- દેશભરમાં હાઈએલર્ટ વચ્ચે વાહનોની ચકાસણી તીવ્ર કરવામાં આવી
- જમ્મુ કાશ્મીરના પુલવામામાં કરાયેલા હુમલા પહેલા અગાઉ પણ હુમલાના પ્રયાસ કરાયા હતા
- ત્રાસવાદીઓ જે હુમલો કર્યો તેની યોજના ઉરીના માસ્ટરમાઇન્ડ મસુદ અઝહર દ્વારા રચવામાં આવી હતી
- જૈશના ત્રાસવાદીઓ દ્વારા હુમલા અંગે ફોટા જારી કરીને માહિતી આપવામાં આવી
- હુમલામાં ત્રાસવાદી આદિલ અહેમદ દારની મુખ્ય ભૂમિકા દર્શાવાઈ