ભુવનેશ્વર : વિનાશકારી અને તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ચુકેલા તોફાન અને વાવાઝોડા ફનીને લઇને અસર દેખાવવા લાગી ગઈ છે. પ્રચંડ તાકાત સાથે ત્રાટકે તેના એક દિવસમાં જ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે. આવતીકાલે આ વાવાઝોડુ જારદારરીતે ત્રાટકનાર છે. ત્રીજી મેના દિવસે બપોર સુધીમાં ઓરિસ્સા અને આસપાસના વિસ્તારોમાં તે ત્રાટકનાર છે. રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે નુકસાન ચક્રવાતી વાવાઝોડા ફનીના કારણે થઇ શકે છે.
- ઓરિસ્સા, બંગાળ અને આંધ્રપ્રદેશમાં ત્રણ જિલ્લાઓ માટે યલો એલર્ટ વો‹નગ
- ખાસ બુલેટિન પણ સમય સમય પર જારી કરવામાં આવી રહ્યા છે
- સંભવિત નુકસાનને ટાળવા માટે હવામાન વિભાગની પણ સ્થિતિ પર નજર
- સાયક્લોન ફની આવતીકાલે ઓરિસ્સામાં ત્રાટક્યા બાદ ચોથી મેના દિવસે બંગાળમાં પણ પહોંચી શકે છે
- બંગાળમાં અસર દેખાડ્યા બાદ ચક્રવાત ફની સાંજ સુધી બાંગ્લાદેશ તરફ આગેકૂચ કરશે
- ઓરિસ્સામાં આજે ભારેથી અતિભારે વરસાદ તીવ્ર પવન સાથે થશે
- તમામ કોલેજા, સ્કુલો અને સોફ્ટ બિઝનેસ પેઢીઓને બંધ રાખવા માટેનો આદેશ કરાયો
- બચાવ અને રાહત ઓપરેશન માટે તમામ મદદ માટે ઓફર કરવા એરલાઈન્સોને આદેશ
- રાહત સામગ્રીને પણ તબક્કાવારરીતે પહોંચાડવા માટે તૈયારી કરાઈ
- આવતીકાલે ઓરિસ્સામાં ગોપાલપુર અને ચંદબાલીમાં બપોર બાદ કોઇપણ સમયે વાવાઝોડુ ત્રાટકશે. વરસાદ સાથે નુકસાન થશે. પ્રતિકલાકર ૨૦૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
- ઓરિસ્સા, બંગાળ અને આંધ્રના ૧૯ જિલ્લાઓમાં માઠી અસર થઇ શકે
- પૂર્વ કોસ્ટ રેલવે દ્વારા ૨૨ ટ્રેનો રદ કરાઈ
- એકંદરે ૧૦૩ ટ્રેનો રદ કરવામાં આવી
- ફનીને લઇને ઓરિસ્સામાં આઠ લાખથી વધુ લોકોને સુરક્ષિત ખસેડાયા
- ધાર્મિક સ્થળ પુરીમાં આવેલા લોકોને પણ સાવચેત રહેવા કહેવામાં આવ્યું
- ૧૫મી મે સુધી તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી
- દક્ષિણ ઓરિસ્સાના મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થશે
- ઓરિસ્સાના ૧૧ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
- ફનીની મહત્તમ ગતિ ૨૦૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થશે
- આંધ્ર અને ઓરિસ્સામાં વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઇ ચુકી છે
- એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી ચુકી છે
- આંધ્રપ્રદેશમાં એનડીઆરએફની ૪૧, ઓરિસ્સામાં ૨૮ અને બંગાળમાં પાંચ ટીમો ગોઠવાઈ