હવે જયારે તહેવારોની સીઝન અને માં અંબે અને માં દુર્ગાની દિવ્ય શક્તિઓની ઉપાસના કરવાનો સમય નજીક આવે છે ત્યારે નારી શક્તિનો આભાર વ્યક્ત કરવા અને એમના માટે પ્રશંસાના શબ્દો કહેવાના હેતુ થી ” નારીત્વ ” સીઝન 2નું એક ઇન્ટરેસ્ટિંગ પ્લેટફોર્મ અને સમ્માન પ્રોગ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે.
નારીત્વ સીઝન-૨ સન્માન પ્રોગ્રામ ના આયોજક શ્રી પરેશ દવે એ જણાવ્યું હતું કે, “ નારીત્વ ” ની આ 2જી સીઝનમાં અમે અમારા પરિવારોમાં થી એવી મહિલાઓનું સમ્માન કરવા માટે પ્રયાસ કર્યો છે જેઓ એ પોતાના પરિવાર માટે કઈક અલગ કાર્યો કર્યા છે અને બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના બિનશરતી અને નિઃસ્વાર્થપણે આ કામ કરી રહ્યા છે. એમના કાર્યો ને પ્રયાસો ના લિધે એમના પરિવાર મા ઘણા ના જીવન મા પોઝીટીવ બદલાવ પણ આવેલા છે. અમે એવા વન્ડરફુલ અને પાવરફુલ મહિલાઓનો દિલથી આભાર માણીયે છીએ જેમણે અમને એન્ટ્રીઓ અને નોમિનેશન્સનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી હતી અને અમે AGILનો આભાર માણીયે છીએ જેમને અમે આ સમગ્ર પહેલને શક્તિ આપવા અને આ કાર્યને એકીકૃત રીતે ચલાવવામાં મદદ કરી છે.
તુલી ચેન્ટ્સ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ઓર્ગનાઈઝર્સ BH Club ના શ્રી પરેશ દવે દ્વારા માહિતી આપવામાં આપી હતી કે જે મહિલાઓને સમ્માન આપવામાં આવેલા છે તેઓ એમના પરિવાર માટે ખાસ છે નારીત્વ સીઝન – ૨ માં પરિવારના સદસ્યોનારી નુ સન્માન કરે અને એમની કામગીરી ને બિદરાવે એના માટે માં / સાસુમા , બહેન / સાળી કે ભાભી , પુત્રી / પુત્રવધુ , પત્ની / મિત્ર , ટીચર/ સ્ટુડન્ટ જેવી અનોખી કેટેગરી રાખવામાં આવી છે જેમાં એક બીજાને નામાંકિત કરીને એમને સન્માન આપવાનું થીમ રાખવામાં આવેલ છે.
નારીત્વ સીઝન 2 પ્રોગ્રામ નું આયોજન 25મી સપ્ટેમ્બર 2022 રવિવારે થલતેજ એસજી હાઇવે ખાતે સ્થિત હોટેલ બિનોરીમાં સવારે 9.00 વાગ્યાથી કરવામાં આવ્યું છે જેમાં કેટલાક અને આધ્યાત્મિક અતિથિઓ જેમ કે સ્વામી સ્મિતા કૃષ્ણ દાસ અને સ્વામી વિદ્યા સાગર અને કેટલાક પ્રતિષ્ઠિત અતિથિ વક્તાઓ હાજર રહેશે.
કાર્યેક્રમને સફળ બનાવવાના માટે શ્રી અભિમન્યુ ગોસ્વામી, શ્રી રાજ શાહ, શ્રીમતી રાખી શાહ, શ્રી કેશરા ભુડિયા, શ્રીમતી રાખી જૈન, શ્રી દક્ષેશ રાવલ, શ્રીમતી જલ્પા કેતન બાવીશી, શ્રીમતી રક્ષિતા સોની, શ્રી જસ્મીન ભાલાણી, જેવા સ્પોન્સરસ અને શુભેચ્છકોનો વિશેષ આભાર માનવામાં આવે છે.