માવઠાંથી વલસાડ જિલ્લામાં ડાંગરના પાકમાં નુકસાન જવાની ભીતિ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વલસાડ : વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો. વલસાડ શહેર અને આજુબાજુના તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો. માવઠાના કારણે ખેડૂતોના તૈયાર ડાંગરના પાકમાં નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતો દ્વારા તાડપત્રી ઢાંકી પાકને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. માવઠાથી વિવિધ શાકભાજીમાં જીવાત પડવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આગાહી વચ્ચે વહેલી સવારથી વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધી ઉત્તરથી મધ્ય અને મધ્યથી દક્ષિણ ગુજરાત સુધી માવઠાંનો માર છે. રાજ્યના ૧૫૦થી વધુ તાલુકામાં કમોસમી વરસાદનો કેર વરસ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્‌યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે માવઠું થઈ રહ્યું છે. આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

Share This Article