નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ ભારત તરફથી જવાબ કાર્યવાહી થશે તેવા ભયના કારણે પાકિસ્તાને હાલમાં સાવચેતીના કેટલાક પગલા લીધા છે. આના ભાગરૂપે જેશે મોહમ્મદના લીડર મસુદ અઝહરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના એક પ્રવકતાએ માહિતી આપતા કહ્યુ છે કે બહાવલપુરમાં પ્રતિબંધિત સંગઠન જેશે મોહમ્મદના હેડ ક્વાટર્સ ખાતે સુરક્ષાની જવાબદારી પંજાબ પોલીસે સંભાળી લીધી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના એક પ્રવકતાએ માહિતી આપતા કહ્યુ છે કે જેશ લીડર મસુદ અઝહર પણ અહીં જ છુપાયેલો છે.
ભારત દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવા ભયના કારણે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એક દિવસ પહેલા જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પુલવામાં હુમલાની નિંદા કરીને જેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી Âસ્થતીમાં આંતરરાષ્ટ્રીય દબાણ પણ એક કારણ તરીકે છે. પાકિસ્તાની સરકારે કેમ્પસને પોતાના અંકુશમાં લઇને સુરક્ષા વધારી દીધી છે. જેશના આ કેમ્પસમાં ૭૦ ટીચરો અને ૬૦૦ વિદ્યાર્થીઓ હોવાના હેવાલ મળી રહ્યા છે. પોકમાં રહેતા લોકો માટે પણ કેટલીક ચેતવણી જારી કરવામાં આવી છે.
તમામ લોકો જાણે છે કે ઉરીમાં સેનાના કેમ્પ પર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ પોકમાં ઘુસીને જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં ત્રાસવાદીઓના અડ્ડાને ફુંકી મારવામાં આવ્યા હતા. જેમાં અનેક ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. હવે પાકિસ્તાનને ફરી આવો ભય સતાવી રહ્યો છે. પાકિસ્તાને ક્યારેય ભારતના સર્જિકલ હુમલાની વાત કબુલી ન હતી. જા કે પોકમાં રહેતા લોકોએ આ અંગેની વાત કરી હતી