શ્રીનગર : જમ્મુકાશ્મીરના શ્રીનગર અને અવંતીપોરામાં ત્રાસવાદી હુમલાને લઇને સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામા આવી છે. એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ સુરક્ષા મજબુત કરવામાં આવી રહી છે. સરકારી સુત્રોના કહેવા મુજબ ત્રાસવાદીઓ શ્રીનગર અને અવંતીપોરા એરબેઝ ખાતે હુમલા કરી શકે છે. સુચનાના કારણે સુરક્ષા સંસ્થાઓને હાઇ એલર્ટ પર છે. એરબેઝ ખાતે સુરક્ષા મજબુત કરવામાં આવી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણીને લઇને ધ્યાનમાં લઇને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ મજબુત છે. શોપિયામાં ગઇકાલે થયેલા ત્રાસવાદી હુમલા બાદ ઇન્ટેલિજન્સ એજન્સીઓ પૂર્ણ રીતે એલર્ટ છે. એરબેઝની સુરક્ષા મજબુત કરવામાં આવ્યા બાદ તકેદારી વધારી દેવામાં આવી છે. હાલમાં સન્જુવાન સૈન્ય કેમ્પ પર હુમલો કરવામા આવ્યો હતો. ત્યાથી પણ એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. શોપિયા જિલ્લામાં ગુરૂવારના દિવસે પણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે ત્રાસવાદીઓ ઠાર થય હતા. એક જવાન પણ શહીદ થયો હતો.
જમ્મુકાશ્મીરમાં કોઇ પણ કિંમતે ત્રાસવાદીઓ તેમની હાજરી પુરવાર કરવા માટે ઇચ્છુક છે. સેના અને સુરક્ષા દળો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. મોટી સંખ્યામાં ત્રાસવાદી લીડરો ફુંકાઇ ગયા છે. ત્રાસવાદીઓ તેમની યોજનામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે.