નવીદિલ્હી : નાણામંત્રી પીયુષ ગોયલે આજે પોતાના બજેટ ભાષણમાં વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. ૨૦૧૯-૨૦ માટેના પોતાના બજેટ ભાષણમાં ગોયેલે કહ્યું હતું કે, ભારતને છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૨૩૯ અબજ ડોલરની વિદેશી મૂડી રોકાણની રકમ મળી છે. સ્થિર અને મજબૂત સરકારના પરિણામ સ્વરુપે આ રકમ મળી છે. ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરી રહેલું અર્થતંત્ર તરીકે છે. મજબૂત પરિબળો રહેલા છે જેના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો જંગી નાણાં ઠાલવી રહ્યા છે. પીયુષ ગોયલે કહ્યું હતું કે, સ્થિર અને સમજી શકાય તેવા મજબૂત અર્થતંત્રના લીધે વિદેશી મૂડીરોકાણકારો આકર્ષિત થઇ રહ્યા છે. એફડીઆઈ તરીકે ૨૩૯ અબજ ડોલરની રકમ મળી ગઈ છે. એફડીઆઈ પોલિસીને ઝડપથી વધુ ઉદાર બનાવવામાં આવી રહી છે જેના લીધે ફાયદો થયો છે. ઓટોમેટિક રુટ મારફતે એફડીઆઈ આવી રહી છે.
સરકારે સિંગલ બ્રાન્ડ રિટેલ, ડિફેન્સ, એરલાઈન્સ અને ફુડ પ્રોસેસિંગ સહિતના ક્ષેત્રોમાં હળવા વિદેશી મૂડીરોકાણના ધારાધોરણો અમલી કર્યા છે જેના પરિણામ સ્વરુપે આ ફાયદો થઇ રહ્યો છે. સર્વિસ, કોમ્પ્યુટર, સોફ્ટવેયર, હાર્ડવેયર, ટેલિકોમ્યુનિકેશન, ટ્રેડિંગ, કન્સ્ટ્રક્શન, ઓટો મોબાઇલ, પાવર સહિતના ક્ષેત્રોમાં સૌથી જંગી વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. મોરિશિયસ, સિંગાપોર, નેધરલેન્ડ, અમેરિકા અને જાપાન સહિતના દેશોમાંથી સૌથી વધુ પ્રમાણમાં એફડીઆઈ આવી છે.
ઓટોમેટિક એપ્રુવલ રુટ મારફતે જંગી રોકાણ આવી રહ્યું છે. એફડીઆઈ ભારત માટે ખુબ મહત્વપૂર્ણ છે. વિકાસની નવી ઉંચાઈ ઉપર લઇ જવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં એકંદરે દરખમ રોકાણની જરૂર છે. વિદેશી મૂડી પ્રવાહની મદદથી રૂપિયાના મૂલ્ય અને પેમેન્ટના બેલેન્સને જાળવી શકાશે. એફડીઆઈના ધારાધોરણો હળવા કરવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં વધુ જંગી નાણાં મળી શકે છે. વિદેશી મૂડી પ્રવાહમાં હેલ્થી ગ્રોથની સ્થિતિ જાવા મળી રહી છે. આ સ્થિતિને જાળવી રાખવા માટે આગામી દિવસોમાં જા જરૂર પડશે તો વધુ પગલા લેવામાં આવનાર છે. આના માટે સરકાર કટિબદ્ધ દેખાઈ રહી છે. મોરિશિયસ, સિંગાપોર, નેધરલેન્ડ અને અમેરિકા જેવા દેશો સાથે કારોબાર સરળ બનાવાઈ રહ્યો છે.