હેપ્પી ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવનાર છે. આ દિવસે માત્ર ઔપતારિકતા પૂર્ણ કરવી જોઇએ નહીં બલ્કે માતાપિતા પ્રત્યેની જવાબદારી પણ અદા કરવા માટે બાળકો આગળ આવે તે જરૂરી છે. અભ્યાસમાં પણ સાબિત થઇ ગયુ છે કે એકલવાયુ જીવન માતાપિતાને સૌથી હેરાન પરેશાન કરે છે. તેમની લાઇફમાં આવા દિવસો ન આવે તેવા પ્રયાસ આ દિવસે કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરવી જોઇએ. માતા-પિતાનો સાથ જરૂરી છે. તેમના માટે પણ અને અમારા માટે પણ સાથ જરૂરી છે. કેટલાક કિસ્સા એવા પણ આવી ચુક્યા છે જેમાં પુત્ર પુત્રી તમામ કારોબારને છોડીને માતાપિતા એકલવાયુ ન અનુભવે તે માટે તેમની સાથે રહેવા માટે ગ્રામીણ વિસ્તારમાં જતા રહ્યા છે.
જ્યારે કેટલાક એવા બાળકો પણછે જે તમામ પ્રકારની સુવિધા હોવા છતાં મોટી વયમાં પહોંચી ગયેલા માતાપિતાને તેમનાથી દુર કરી નાંખે છે જેથી આ માતાપિતા એકલવાયુ જીવન ગાળે છે. તેમની સામે આજીવિકા માટે પણ પડકાર સર્જાઇ જાય છે. હેપ્પી ફાધર ડે દર વર્ષે ૧૬મી જુનના દિવસે મનાવવામાં આવે છે માતાપિતાના મુલ્યને સમજી લેવાની દરેક બાળકની જવાબદારી છે.
સાથે સાથે મોટી વયમાં તેમની સાચવણી એટલી જ જરૂરી છે. પોતાની ઇચ્છાશÂક્તને મારી બાળકો માટે તમામ સુવિધા અને સુખ માટે પ્રયાસ કરનાર પિતા જ્યારે મોટી વયમાં પહોંચે છે અને તેમના હાથ પગ કામ કરવાની સ્થિતીમાં રહેતા નથી ત્યારે તેમની અવગણા કોઇ કિંમતે થઇ શકે નહીં. બાળકોની કસોટી એજ સમય થાય છે.