પુત્રની સાથે અભ્યાસ કરતી સગીરા પર પિતાની બગડી નજર અને કરી નાંખ્યો કાંડ, આ રીતે ફૂટ્યો ભાંડો

Rudra
By Rudra 1 Min Read

સુરતમાં ફરી એક શરમજનક ઘટના સામે આવી છે, આ સમગ્ર ઘટનામાં પોલીસે આરોપી સંજય ઘડુકની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો સુરતના પુણાગામમાં પુત્રની સાથે અભ્યાસ કરતી સગીરાની સાથે મિત્રના પિતાએ જ બળજબરીથી શરીરસંબંધ બાંધતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ સગીરા અને તેના યુવક મિત્રની વચ્ચે મિત્રતાના કારણે ઘરમાં ઝઘડા થયા બાદ બંને એકબીજાને મળતા હોવાથી આ સમગ્ર ઘટના બહાર આવી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે આરોપી સંજય ઘડુકની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

મળતી વિગતો અનુસાર મુળ અમરેલીના વતની અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં રહેતી એક સગીરાનું પરિવાર લોકડાઉન બાદ પોતાનું મકાન ખરીદીને ત્યાં રહેતા હતા. તેઓ જયાં રહેતા હતા તે જ સોસાયટીમાં સંજય મનસુખભાઈ ધડુક નામનો પરિવારનો પણ રહેતો હતો. સંજયનો પુત્ર અને સગીરા એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાથી બંને સારા મિત્રો હતા અને એકબીજાના ઘરે આવ-જાવ કરતા હતા. બંને વચ્ચે મિત્રતા પણ ગાઢ થઈ ગઈ હતી.

Share This Article