એમ માનવામાં આવે છે કે જયપ્રકાશ નારાયણ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનથી ઇન્દિરા ગાંધી ભયભીત થઇ ગયા હતા. તેમને સત્તા જતી રહેશે તેવો ભય સતાવી રહ્યો હતો. ભારતની રાજનીતિને એક નવા વળાંક આપવામાં ભૂમિકા અદા કરનાર જેપી આંદોલનની ચર્ચા હમેંશા રહે છે. સ્વતંત્રતા બાદ જયપ્રકાશ નારાયણને સરકારમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યુહતુ. એમ માનવામાં આવે છે કે તત્કાલીન વડાપ્રધાન જવાહર લાલ નહેરુએ તેમને ગૃહ પ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી.
જા કે જેપીએ આ ઓફરને ફગાવી દીધી હતી. જયપ્રકાશ નારાયણને સ્વતંત્રતા બાદ જનઆંદોલનના જનક તરીકે ગણવામાં આવે છે. વર્ષ ૧૯૭૩માં દેશ મોંઘવારી અને ભ્રષ્ટાચારના દંશ ઝેલી રહ્યુહતુ. ત્યારે આ બાબતથી ચિંતાતુર થઇને જેપીએ ફરી એકવાર સંપૂર્ણ ક્રાÂન્તનો નારો આપ્યો હતો. આ વખતે તેમની સામે તેમની પોતાની સરકાર જ હતી. ઇમરજન્સીના ૨૧ મહિનાના ગાળા દરમિયાન સરકારનુ કામકાજ અને ગતિવિધી કાબુ બહાર થઇ ગઇ હતી. એ કાળા દોરમાં જેલ અત્યાચારની હચમચાવી મુકે તેવી પટકથા રહેલી છે. દેશના જેટલા પણ મોટા નેતા હતા તે તમામને જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
એક રીતે જેલ પાઠશાળા બની ગઇ હતી. મોટા નેતાઓની સાથે સાથે યુવા નેતાઓ પણ જેલમાં હતા. જેથી તેમને કેટલીક બાબતો જાણવા મળી ગઇ હતી. હકીકતમાં ઇમરજન્સીને યાદ રાખવાની જરૂર છે. ઇમરજન્સીની સાથે સાથે એ બાબતને પણ યાદ રાખવાની જરૂર છે કે એ ગાળામાં કોણે કોણે શરણાગતિ સ્વીકારી લીધી હતી અને કોણ કોણ એવા હતા જે સંઘર્ષ કરતા રહ્યા હતા. આનાથી પણ મોટી બાબત એ છે કે આજે આ બાબત યાદ રાખવાની જરૂર છે કે આજે કોણ ઇમરજન્સીના તોર તરીકાને અજમાવવા માટે ઇચ્છુક છે.