વિશ્વમાં ટેકનોલોજી દિવસે ને દિવસે વધતી જાય છે. રોજ કોઇ નવી એપ્લીકેશન લોન્ચ થાય છે. કોઇ નવી ટેકનીકની શોધ થાય છે. આ દરેક આધુનિક ચીજ વસ્તુઓને કારણે આપણે મશીન પર એટલા નિર્ભર થઇ ગયા છીએ, કે આ મશીન અને ટેકનોલોજી વગર જીવવું આપણા માટે અશક્ય થઇ ગયું છે. મોબાઇલ તેમાંનું સૌથી વધારે ખતરનાક દુષણ બની રહ્યું છે.
મોબાઇલ આજકાલ નાના બાળકથી લઇને વૃદ્ધો પણ ઉપયોગ કરે છે. મોબાઇલ અને ઇનટરનેટ વગર આપણે જાણે જીવી જ નહી શકીએ તેવું લાગી રહ્યું છે. મોબાઇલથી આપણને તથા વાતાવરણને ખૂબ ખતરો છે. એક સંશોધન પ્રમાણે મોબાઇલના રેડિએશનથી આપણને કેંસર થઇ શકે છે.
મોબાઇલ વાપરવો જેટલો સહેલો છે, તેટલી જ તેની ખરાબ અસર પણ છે.
- મોબાઇલને બને તો પેંટ કે શર્ટના ખીસ્સામાં ના રાખો.
- શક્ય હોય તો લેંડલાઇનનો ઉપયોગ શરૂ કરો.
- મોબાઇલને વધારે સમય વાત કરવામાં ઉપયોગ ના કરો.
- મોબાઇલ જ્યારે ચાર્જીંગ પર લગાવેલો હોય ત્યારે ફોન પર વાત કરવી જોખમી સાબીત થઇ શકે છે.
- રાત્રે સૂતી વખતે મોબાઇલને તમારાથી દૂર મુકીને સુવુ જોઇએ.
મોબાઇલ એ આપણા માટે આશીર્વાદ બનીને રહે ત્યાં સુધી જ સિમિત રાખો. મોબાઇલને કારણે આપણા શરીરને નુકશાન થાય તે પહેલા તેને જાળવીને વાપરવાનું શરૂ કરી દો. ધણી વાર મોબાઇલ બ્લાસ્ટ પણ થાય છે. જ્યારે તમને એવું લાગે કે મોબાઇલ હિટ થઇ રહ્યો છે ત્યારે તેને બંધ કરીને થોડી વાર માટે મૂકી દેવો જોઇએ.