નરોડામાં ડમ્પર પાછળ સ્કોર્પિઓ અથડાતા બે લોકોના મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદના નરોડા દહેગામ રોડ પર અવેલા સ્મશાન પાસે ગુરુવારે વહેલી સવારે ડમ્પર પાછળ ઓવર સ્પીડમાં આવી રહેલી સ્કોર્પિઓ ઘુસી ગઇ હતી, જેનાં પરિણામે જોરદાર અકસ્માત સર્જાયો હતો.

IMG 20171229 WA0001IMG 20171229 WA0002 e1514526485739

સ્કોર્પિઓની ગતિ વધુ હશે તેવું લાગી રહ્યું હતુ કારણ કે અકસ્માત બાદ સ્કોર્પિઓની છત તૂટી ગઇ હતી અને એક બાજુનો ભાગ સંપૂર્ણ પણ નષ્ટ થઇ ગયો હતો. કારમાં ત્રણ લોકો સવાર હતા તેમાંથી બે લોકો મૃત્યુ પામ્યા છે. સ્કોર્પિઓ ચાલક અકસ્માત બાદ ભાગી ગયો હતો.

Share This Article