વર્લ્ડકપની સૌથી ઝડપી સદી, છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન, મેક્સવેલની સેન્ચુરી અને ૯ બોલમાં ફિફ્ટી
સિડની : વર્ષ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાનો દબદબો ફરી કાયમ કર્યો હતો. પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતને ફાઈનલમાં હરાવ્યું, બાદમાં વનડે વર્લ્ડ કપમાં પણ ફાઈનલમાં ભારતને તેં હોમ ગ્રાઉન્ડ પર હરાવી રેકોર્ડ છઠ્ઠી વાર વર્લ્ડ કપ ટ્રોફી પર કબજાે કર્યો. દરેક મામલે ઓસ્ટ્રેલિયા ચઢિયાતું સાબિત થયું અને મેજર ટુર્નામેન્ટનું કિંગ સાબિત થયું.. અફઘાનિસ્તાન સામે હલચલ મચાવતા પહેલા જ મેક્સવેલે આ વર્લ્ડ કપમાં પોતાના બેટની તાકાત બતાવી દીધી હતી. તેણે ૨૫ ઓક્ટોબરે દિલ્હીમાં નેધરલેન્ડ સામે વર્લ્ડ રેકોર્ડ ઇનિંગ્સ રમી હતી. જાે કે આના ૧૮ દિવસ પહેલા ૭ ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામે શ્રીલંકા સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. માર્કરામે માત્ર ૪૯ બોલમાં વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારીને કેવિન ઓ’બ્રાયનનો ૫૦ બોલનો રેકોર્ડ તોડ્યો હતો. જાેકે આ રેકોર્ડ માર્કરમ માટે લાંબો સમય ટકી શક્યો ન હતો. મેક્સવેલે માત્ર ૪૦ બોલમાં વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી હતી.. ૧૯ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ કરોડો ભારતીયોના દિલ તોડી નાખ્યા હતા. પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને હરાવી રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ પોતાનામાં એક મોટો રેકોર્ડ છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ આના માત્ર ૫ મહિના પહેલા જ આ ચમત્કાર કર્યો હતો. ઑસ્ટ્રેલિયાએ જૂન મહિનામાં ઇંગ્લેન્ડના ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું. અહીં પણ તેણે ભારતને હરાવ્યું અને આ રીતે ત્રણેય ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ટીમ બની.. વર્લ્ડ કપ માત્ર કોહલી માટે જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ માટે પણ શાનદાર રહ્યો હતો. ફાઈનલમાં ટીમને યાદગાર જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા પહેલા મેક્સવેલે ટીમને આ સ્થાન સુધી લઈ જવામાં જબરદસ્ત ભૂમિકા ભજવી હતી. જેમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી તેની ઇનિંગ્સે સમગ્ર ક્રિકેટ જગતને આશ્ચર્યમાં મૂકી દીધું હતું. મેક્સવેલે ૭ નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં માત્ર ૧૨૮ બોલમાં ૨૦૧ રનની સનસનાટીભરી ઇનિંગ રમી હતી. આ રીતે, તે ર્ંડ્ઢૈંમાં પીછો કરતી વખતે બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો.. છેલ્લા કેટલાક વર્ષોમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તૂટી ગયો હતો પરંતુ સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ ૧૬ વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. યુવરાજ સિંહે ૨૦૦૭ T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ માત્ર ૧૨ બોલમાં આ કારનામું કર્યું હતું. આખરે આ રેકોર્ડ પણ તૂટી ગયો. ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં નેપાળના દીપેન્દ્ર સિંહ એરીએ માત્ર ૯ બોલમાં ૮ સિક્સ ફટકારીને આ રેકોર્ડ તોડીને ધૂમ મચાવી દીધી હતી. દીપેન્દ્રએ ૧૦ બોલમાં ૫૨ રન બનાવ્યા હતા.
સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાનશ્રીએ નવી પેઢીને વિરાસતથી પરિચિત કરાવવા 'કેચ ધ રેઈન','એક પેડ માં કે નામ', અને સ્વચ્છ ભારત અભિયાનો પ્રારંભ કર્યા છે...
Read more