છત્તીસગઢના રાયપુરમાં આવેલા સાલાસર બાલાજી મંદિરમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બજરંગ દળના સભ્યોએ હિન્દુઓના ધાર્મિક મંદિરમાં આ પ્રકારના ફેશન શો યોજવા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ફેશન શોનું આયોજન FDCA નામની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તેલિબંધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાલાસર મંદિરમાં આ ફેશન શો યોજાયો હતો. આરિફ અને મનિષ નામના બે વ્યક્તિઓએ આ ફેશન શો યોજ્યો હોવાનું સામે આવ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, બજરંગ દળના સભ્યો આ ફેશન શોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત ફેશન શોના આયોજકો પાસેથી હિન્દુ મંદિરમાં આ પ્રકારનો શો યોજવા અંગે ખુલાસો માગી રહ્યા છે. તો બીજી તરફ વીડિયોમાં એક હિજાબ પહેરેલી મહિલા જોઈ શકાય છે. તે આયોજકો તરફથી દલીલો કરી રહી છે. તો આ ફેશન શોને લઈને હિન્દુ ધર્મના સંસ્કારોની વિરુદ્ધમાં છે તેવું જણાવ્યું હતું.
આ ફેશન શોને લઈને મંદિરના હોલમાં સ્ટેજ બનાવવામાં આવ્યો છે. મંદિરની મુલાકાત લેતા લોકોને પણ ફેશન શો જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. ત્યારે બજરંગ દળનો સભ્ય ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ ફેશન શોનો વિરોધ કર્યો હતો. તો આ મામલે બજરંગ દળના જિલ્લા કન્વિનર રવિ વાધવાણી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આયોજકો સાથે આ મામલે વાત કરી હતી. તો આ મામલે બજરંગ દળના જિલ્લા કન્વિનર રવિ વાધવાણીના જણાવ્યા અનુસાર, આ મામલે તેલિબંધા પોલીસ સ્ટેશનમાં આયોજકો સામે હિન્દુઓની લાગણી દુભાવવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને વાધવાણીએ કહ્યુ છે કે, હિન્દુ ધાર્મિક મંદિરમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજવાથી લોકોની લાગણી દુભાઈ છે.