સાબરકાંઠાના ઈડર ના બડોલી થી મણિયોર ગામની વચ્ચે ૧૭૦ હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે. તેમજ ૩૭૦ જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે આગામી સમયમાં નેશનલ હાઇવે પસાર થવા મામલે વિવિધ વિરોધાભાસ સામે આવ્યો છે. એક તરફ ઈડર શહેર માંથી પસાર થવું લોકો માટે માથાનો દુખાવો બની ચૂક્યો છે, તો બીજી તરફ હવે આઠ જેટલા ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે વિવાદનું કારણ બની રહ્યો છે. ઈડરમાંથી પસાર થવું એટલે અંબાજી સ્ટેટ હાઈવેના વાહનચાલકો માટે સૌથી મોટી મુશ્કેલી છે. આ દરમિયાન હવે નેશનલ હાઈવેનો બાયપાસ માર્ગ તેનો ઉેકલ જણાઈ રહ્યો છે. જાેકે ખેડૂતોએ ફળદ્રુપ જમીનને બદલે વૈકલ્પિક રીતે જમીન સંપાદન કરવાની માંગ શરુઆતથી કરી હતી. હાલમાં ૧૭૦ હેક્ટર જમીન ઉપર ૩૭૦ જેટલા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. સાથો સાથ સંપાદિત થયેલી જમીનમાં ૧૦ કૂવા તેમજ ૨૫ જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે. જેના પગલે ખેડૂતોને આગામી સમયમાં ભારે નુક્સાન ભોગવવાનું આવે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે આજે ઈડરની સહકારી જીન ખાતે ૮ જેટલા ગામના ખેડૂતોએ વિવિધ રજૂઆતો કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. એક તરફ ખેડૂત આલમ વિરોધ નોંધાવી રહ્યું છે, તો બીજી તરફ પશુપાલકો માટે પણ જમીન કપાતા ભારે વિરોધાભાસ સર્જાયો છે. એક તરફ ખેડૂતો તેમજ પશુપાલકો હાઇવે રોડ નો વિરોધ કરી રહ્યા છે. તેમ જ આજે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ સ્થાનિક ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા વિરોધાભાસમાં સર્વે નંબરમાં પણ ખૂબ મોટી ભૂલ હોવાની રજૂઆત કરાઈ છે. જમીન માપણી વિભાગ દ્વારા કરાયેલા સર્વે અનુસાર નવા નંબરો પડતા જમીન તેમજ જમીનનો સર્વે નંબર અલગ અલગ હોવાના કારણે ખેડૂતોમાં પણ ભારે નારાજગી જાેવા મળી રહી છે. એક તરફ ખેડૂતો જમીન ન આપવી પડે તે માટે ૩૦૦ થી વધારે રજૂઆતો કરી ચૂક્યા છે. તો બીજી તરફ સરવે નંબરમાં પણ ભારે વિરોધાભાસ સર્જાઇ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં આ મામલો વધુ ગરમાય તેમ છે. જાેકે ખેડૂતો મળતે દમ તક વિરોધ કરવાની તૈયારી કરી ચૂક્યા છે.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more