ખેડૂત લોન માફી માટેની માંગણી દિનપ્રતિદિન વધીરહી છે ત્યારે નીતિ આયોગના સભ્ય અને કૃષિ પોલિસી નિષ્ણાત રમેશ ચંદે કહ્યું છે કે,લોન માફીની તરફેણમાં તેઓ નથી. આનાથી ખુબ ઓછીસંખ્યામાં ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે. લોન માફીનો મુદ્દો ખેડૂતોને રાહત આપશેનહીં. તેમના કહેવા મુજબ દેશ હાલમાં લોન માફીને લઇને કરવામાં આવી રહેલી માંગ વચ્ચેસમર્થન સાથે આગળ વધી રહ્યું છે ત્યારે આ મુદ્દાથી કોઇ વધારે ફાયદો થશે નહીં.
લોનમાફી માટેની માંગ યોગ્ય દેખાતી નથી. કારણ કે, આનાથી ખુબ ઓછા લોકોને ફાયદો થનાર છે. ઘણા રાજ્યોમાં ખેડૂતો દ્વારાલોન માફીના સમર્થનમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે. ખાંડ મિલો દ્વારા દેવાની ચુકવણી અને પાક માટે ઉંચીકિંમતોને લઇને વિરોધ પ્રદર્શનનો દોર ચાલી રહ્યો છે. કેટલાક ગરીબ રાજ્યોમાં લોનમાફીના લાભ હજુ પણ ૧૦થી ૧૫ ટકા ખેડૂતોને જ મળ્યા છે. સાથે સાથે આવા રાજ્યોમાંસંસ્થાકીય લોન પણ ખુબ ઓછા ખેડૂતોને મળી છે. ચંદે કહ્યું હતું કે, જુદી જુદી કૃષિ પેદાશો ઉપર લઘુત્તમ સમર્થન મૂલ્યમાં ઉલ્લેખનીય વધારોકરવામાં આવ્યો નથી.
ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માંગમુજબ આ વધારા કરવામાં આવ્યા નથી. સ્વામીનાથન કમિશનના અહેવાલને અમલી બનાવવાનામુદ્દે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આ કમિશનની મોટાભાગની ભલામણોનેઅમલી બનાવી દીધી છે. ચંદે એમ પણ કહ્યું હતું કે, સ્વામી નાથન કમિટિ દ્વારા એવી ભલામણ કરવામાં આવી છે કે, એમએસપી ખર્ચની પરિભાષા કરતા ૫૦ ટકા વધારે રહે તે જરૂરી છે. સરકારેએ-૨ પ્લસ એફએલ નીતિ અપનાવી છે જેમાં શ્રમ પરિવારની કિંમત ઉપરાંત વાસ્તવિક ખર્ચ તથા૫૦ ટકા વધારાનો સમાવેશ થાય છે. આનાથી ખેડૂતોને ઓછો લાભ મળી રહ્યો છે. તેમણે એમ પણકહ્યું હતું કે, એમએસપી વધારવાની માંગ કરતી વેળાડિમાન્ડ અને સપ્લાયના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. સ્વામીનાથનકમિશનની ભલામણો પૈકી મોટાભાગની ભલામણો અમલી કરવામાં આવી છે. એમએસપીમાં હજુ પણધારણા પ્રમાણે સુધારો થયો નથી. એમએસપી સીટુના ખર્ચ કરતા દોઢ ગણો રહે તે જરૂરી છે.ખેડૂતોની આવકને વધારવાની જરૂર છે.