મુંબઈ એસી લોકલ ટ્રેનમાં મુસાફરો માટે ભાડું ૫૦ ટકા ઘટશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ શુક્રવારે જાહેરાત કરી હતી કે મુંબઈમાં એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનના ભાડામાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે.

દાનવેએ ભાયખલા રેલવે સ્ટેશનના નવીનીકરણ કરાયેલ હેરિટેજ બિલ્ડિંગના ઉદ્‌ઘાટન પ્રસંગે આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

દાનવેએ કહ્યું કે પાંચ કિલોમીટરના અંતર માટે લઘુત્તમ ભાડું ૬૫ રૂપિયાથી ઘટાડીને ૩૦ રૂપિયા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મુંબઈમાં વાતાનુકૂલિત લોકલ ટ્રેનોના ભાડા ઘટાડવા માટે જનતા લાંબા સમયથી માંગ કરી રહી હતી અને તેમને હાલના ભાડામાં ઓછામાં ઓછા ૨૦-૩૦ ટકાનો ઘટાડો કરવા સૂચનો મળ્યા હતા.

દાનવેએ સ્પષ્ટ કર્યું નથી કે ભાડામાં સુધારો ક્યારે અમલમાં આવશે. મધ્ય અને પશ્ચિમ રેલવે દરરોજ લગભગ ૮૦ વાતાનુકૂલિત લોકલ ટ્રેન સેવાઓ ચલાવે છે.

Share This Article