આ બોલ્ડ તસવીરોમાં અંકિતાની ગ્લેમરસ સ્ટાઈલ જાેઈને ફેન્સ દંગ રહી જશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઈ :પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે બિગ બોસ ૧૭ના ટોપ ૫માં સામેલ થઈ ગઈ છે. ૨૮મી જાન્યુઆરીએ બિગ બોસ ૧૭નો ગ્રાન્ડ ફિનાલે છે. જેમાં નક્કી થશે કે આ સિઝનની ટ્રોફી કોણ લેશે. અંકિતા ઉપરાંત, બિગ બોસ ૧૭ના ટોપ ૫ ફાઇનલિસ્ટની યાદીમાં મન્નારા ચોપરા, મુનાવર ફારુકી, અભિષેક કુમાર અને અરુણ મા શેટ્ટીનો સમાવેશ થાય છે. અંકિતા લોખંડેએ ટીવી શો પવિત્ર રિશ્તાથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શોથી અંકિતાને દરેક ઘરમાં એક ખાસ ઓળખ મળી હતી. અંકિતાએ પવિત્ર રિશ્તામાં અર્ચનાની ભૂમિકા ભજવી હતી. આ શો પછી તેને એક સંસ્કારી વહુ તરીકેનો ટેગ મળ્યો. અંકિતા ભલે પડદા પર સંસ્કારી પુત્રવધૂની ભૂમિકા ભજવી રહી હોય, પરંતુ તે વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસવીરોથી ભરેલું છે. આ બોલ્ડ તસવીરોમાં અંકિતાની ગ્લેમરસ સ્ટાઈલ જાેઈને ફેન્સ દંગ રહી જશે. અંકિતા પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Share This Article