ફન્ને ખાનનું ટીઝર થયુ રિલીઝ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બહુચર્ચિત ફિલ્મ ફન્ને ખાનનુ ટીઝર રિલીઝ થઇ ગયુ છે. થોડા શબ્દોમાં  જ ફિલ્મ શેના ઉપર છે તે ટીઝરમાં દર્શાવવામાં આવ્યુ છે. ફિલ્મમાં એશ્વર્યા રાય, રાજ કુમાર રાવ અને એવરગ્રીન હિરો અનિલ કપૂર છે. રાજકુમાર રાવના અવાજમાં બોલાયેલા ડાયલોગમાં અનિલ કપૂરની સ્ટોરી દેખાય છે. એશ્વર્યા રાયની આખા ટીઝરમાં એક ઝલક છે.

ફન્ને ખાન એટલે શુ.. તેનો અર્થ ઘણા બધા અર્થમાં નિકળે છે. કોઇ કલાકારને આપણે ફન્ને ખાન કહીએ છીએ તો કોઇક એક્સ્ટ્રા ઓર્ડીનરી વ્યક્તિને ફન્ને ખાનથી સંબોધીએ છીએ. આનાથી સાવ જુદુ કોઇ બેવકૂફને પણ ફન્ને ખાન સંબોધિએ છીએ. અનિક કપૂર આ ટીઝરમાં સેક્સોફોન વગાડતા બતાવવામાં આવ્યા છે.

ટીઝર ઉપરથી તો એવુ લાગી રહ્યું છે કે આ વાર્તા અનિલ કપૂર, એશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવની આસપાસ ફરતી હશે. અનિલ કપૂરને ધાબા પર લૂંગી પહેરીને સેક્સોફોન વગાડતા જોવા કોને ના ગમે…?

ફન્ને ખાન 3 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મ જોયા બાદ ખબર પડશે કે ફન્ને ખાન કોની વાર્તા છે.

Share This Article