બૉલિવૂડની ફેમસ અભિનેત્રીઓ કરિશ્માકપૂર અને સ્નેહાઉલાલના હસ્તે અપાશે ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ 2024

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાત એ બિઝનેસ ક્ષેત્રનું સૌથી મોટું હબ દેશમાં માનવામાં આવે છે તેમાં પણ અમદાવાદ એ મોખરે છે ત્યારે શહેરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવા ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સ 2024નું અદભૂત આયોજન 20 જૂન 2024ના રોજ થવા જઈ રહ્યું છે. આ એવોર્ડ સમારોહનું આયોજન ગ્રાન્ડ બ્યુટી એવોર્ડ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર મોનિકા શર્મા દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ તેમના ભવ્ય સેલિબ્રિટી શો માટે દેશ અને વિદેશમાં જાણીતા છે. આ પહેલા મોનિકા શર્માએ દુબઈ, થાઈલેન્ડ તેમજ ભારતના ઘણા રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા, છત્તીસગઢ વગેરે શહેરોમાં સેલિબ્રિટી શો સફળ રીતે કર્યા છે. ત્યારે અમદાવાદ પણ હોટેલ રીજેન્ટા ઇન ખાતે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવશે. આ GBAનું 13મી વખત આયોજન હશે. સમારોહમાં બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવો હાજરી આપશે.

BAA Awards 2

વધુમાં ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સ 2024 વિશે માહિતા આપતા મોનિકા શર્માજીએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં માત્ર દેશથી જ નહીં પરંતુ પડોશી દેશો જેવા કે શ્રીલંકા અને બાંગ્લાદેશથી પણ લોકો ભાગ લેશે. આમાં, બિઝનેસ પર્સન અને આંત્રપ્રિન્યોરને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, જેમની પ્રોફાઇલ, સિદ્ધીઓ અને ખંત પૂર્વકની મહેનતના આધારે ઓનલાઈન તેમની પસંદગી કરવામાં આવી છે.

BAA Awards 1 1

મોનિકા શર્માજી દેશમાં મહિલા સશક્તિકરણ માટે પણ કામ કરી રહ્યા છે. તે મહિલાઓને વિદેશમાં પણ લઈ જઈ રહ્યા છે અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે મેક-અપ, હેરસ્ટાઈલ વગેરે સ્કિલબેઝ તાલીમ અપાવી એક પ્લેટફોર્મ આપી રહ્યા છે. કેમ કે, જે મહિલાઓમાં ટેલેન્ટ છે તેમને દિશા આપવી જરુરી છે તે બાબતને પણ તેઓ સારી રીતે સમજી તેમના માટે આ કામ કરી રહ્યા છે. આ સિવાય પણ સામજિક ક્ષેત્રે સફળ બનીને ઉત્કૃષ્ટ ઉદાહરણ તેઓ બન્યા છે. આ વર્ષે  તેમણે પુરુષો માટે નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યુ છે જે બિયારડો માટે પ્રખ્યાત છે. જેમાં આ વર્ષે બિયારડો કંપનીએ ગ્રુમીંગ પાર્ટનર બનીને બિયર્ડ બેટલ શો કરી રહ્યા છે. આ એવોર્ડ સાથે જોડાયેલ ગિફ્ટિંગ પાર્ટનર તરીકે ઝીફસી અને ડી પ્લસ સ્ટુડિયો જોડાયા છે અને મેક અપ પાર્ટનર રિવાઇવ મેકઅપ સ્ટુડિયો જોડાયા છે.

Share This Article