બુલાવાયોઃ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી વનડે મેચમાં પાકિસ્તાને આજે અનેક રેકોર્ડ કર્યા હતા. પાકિસ્તાન તરફથી ઓપનિંગ જાડીએ ભાગીદારીનો વનડે રેકોર્ડ કર્યો હતો.
પાકિસ્તાન ટીમના ઇમામ ઉલ હક ૧૧૩ અને ફખર જમાનને ૨૧૦ રન બનાવીને ઓપનિંગ વિકેટની ભાગીદારી ૩૦૪ રન બનાવ્યા હતા. આ ભાગીદારીના કારણે બંને બેટ્સમોનેએ વનડે ક્રિકેટમાં ૧૨ વર્ષ પહેલાનો રેકોર્ડ તોડી દીધો હતો. આ પહેલા વનડે ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ સનથ જયસૂર્યા અને ઉપુલ થારંગાના નામ ઉપર હતો. આ જાડીએ જુલાઈ ૨૦૦૬માં લીડ્ઝ ખાતે આ રેકોર્ડ બનાવ્યો હતો. ઓપનિંગ ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ બનાવી ચુકેલી આ જાડીમાં બંને બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ઇમામ આઉટ થયા બાદ ફખર છેલ્લે સુધી નોટઆઉટ રહ્યો હતો. વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ફખર પ્રથમ પાકિસ્તાની અને દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા, ક્રિસ ગેઇલ, માર્ટિન ગપ્ટિલ બેવડી સદી ફટકારી ચુક્યા છે.
પાકિસ્તાનની આજે ઝિમ્બાબ્વે સામે મેદાનમાં ઉતરી હતી. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ આ બંને ઓપનિંગ બેટ્સમેનોએ ભવ્ય બેટિંગ કરી હતી. ૪૧.૬ ઓવરમાં આ બેટ્સમેનોએ ૩૦૦ રનની ભાગીદારી પૂર્ણ કરી લીધી હતી. વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી ચુકેલી આ ભાગીદારીને ઝિમ્બાબ્વેના મત્કાત્ઝાએ તોડી હતી. પાકિસ્તાની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૩૯૯ રન કર્યા હતા.
અગાઉની ત્રણેય વનડે મેચો પહેલાથી જ પાકિસ્તાની ટીમ જીતી ચુકી છે. ૪-૦ની લીડ હવે થઇ રહી છે. પાકિસ્તાન તરફથી બંને ઓપનિંગ બેટ્સમેન શરૂથી છેલ્લે સુધી મેદાનમાં રહ્યા હતા અને ઝિમ્બાબ્વેના કોઇ બોલરોની તેમના ઉપર અસર થઇ ન હતી. બુલાવાયોમાં રમાયેલી આ મેચ જાવા માટે સ્થાનિક ચાહકો મોટી સંખ્યામાં મેદાન પર ઉપÂસ્થત રહ્યા હતા. પાકિસ્તાન તરફથી પ્રથમ બેવડી સદી ફટકાર્યા બાદ ફખરે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી જેમાં તેણે કહ્યું હતું કે, બેવડી સદી ફટકાર્યા બાદ ક્લબમાં સામેલ થઇને તે ખુશ છે. બેવડી સદીના ક્લબમાં ખુબ ઓછા ખેલાડી છે.