રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પાલડી ખાતે 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રહેશે ઉપસ્થિતિ
લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદના આંગણે માસ મેરેજ સેરેમનીનું આયોજન ફરી એકવાર મુસ્લિમ સમાજના કપલો માટે ફૈઝાન ઓર્ગનાઈઝેશન અને એજ્યુકેશ ઈન્ડિયા પબ્લિક ટ્રસ્ટ સાથે મળીને કરી રહ્યું છે. 9 વખત સફળ આયોજન થયા બાદ આ 10મી વખત માસ મેરેજ સેરેમની મોટાપાયે યાજાશે. ગુજરાતભરના 1,200 કપલ આ માસ મેરેજ સેરેમની માટે રજીસ્ટર્ડ થયા છે જેમાંથી 500 કપલ ફક્ત અમદાવાદના છે. આ લગ્ન સમયે ચીફ ગેસ્ટ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા હઝરત મૌલાના શેખ મુહમ્મદ હનીફ સાહેબ લુહારવી, ડીએ બીએ તથા હઝરત મૌલાના ઉબેદુલ્લાહ ખાન સાહેબ આઝમી, ફોર્મર મેમ્બર ઓફ પાર્લામેન્ટ તથા હઝરત મૌલાના કરી એહસાન મોહસીન શાહ, ડીએ બીએ તથા ડૉ. ફારૂક પટેલ ચેરમેન, કે.પી. ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી ઓફ સુરત તથા હઝરત મૌલાના મુફ્તિ મુહમ્મદ સાહેબ સરોડી ડીએ બીએ, ઇનામુલભાઈ ઈરાકી, વાઇસ પ્રેસડેન્ટ એજ્યુકેશ ઈન્ડિયા પબ્લિક ટ્રસ્ટ તથા કિરિટભાઈ સોલંકી, એમપી તથા જગદિશભાઈ પંચાલ, મિનિસ્ટર ઓફ ગુજરાત તથા અન્ય સિનિયર લીડર્સ તેમજ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ખાસ કરીને મૌલાના હબીબ અહેમદ અને મૌલાના ફઝલ અહેમદ દ્વારા તમામને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મૌલાના હબીબ અહેમદ સાહેબને અગાઉ આ વિચાર આવ્યો હતો અને આજે આ વિચાર એક નવી ઉંચાઈ પર પહોંચ્યો છે અને સમાજના લોકો માટે એક નવી પ્રેરણા પણ છે. આ અંગે વધુમાં મૌલાના હબીબ અહેમદ સાહેબે કહ્યું હતું કે, ગુજરાતના અમદાવાદ, બરોડા, સુરત, કચ્છ સહીતના વિવિધ વિસ્તારોમાંથી કપલ અહીં મેરેજ માટે આવશે. આ પ્રકારે એક સાથે લગ્નમાં એકથી અનેક કપલ જોડાતા પૈસા લોકોના બચે છે, કરજદાર પણ લોકો નથી બનતા જે ભાવનાથી આ વિચાર આવ્યો અને અમે એક પછી એક કપલને લગ્નમાં જોડતા ગયા અને લોકો પણ આ જ વિચારથી જોડાઈ રહ્યા છે. અહીં નવા યુગલો સારા વિચારો લઈને જાય અને જીવન આશાન, સફળ બને અને ઘર સંસાર સુખમય ચાલે તેવા આશિર્વચન આપવા માટે રાજ્ય તથા દેશભરની જાણીતી હસ્તીઓ અહીં ઉપસ્થિત રહેશે.