માનનીય સુપ્રીમ કોર્ટ ના આદેશ મુજબ અનુસૂચિતા જાતિ, અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989ના દુરૂપયોગને રોકવો અનિવાર્ય છે. તેના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકરારે આદેશો આપ્યા હતા
– કોઈ પણ આ બાબત ની અરજી પર સુનાવણી કરતાં SC/STમાં તાત્કાલિક ધરપકડ ન થવી જોઈએ .
– SC/ST એક્ટ અંતર્ગત દાખલ થનારા કેસમાં આગોતરા જામીનને પણ મંજૂરી મળી શકે તેની જોગવાઈ કરવા માં આવે.
– સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.કે.ગોયલ અને યુ.યુ.લલિતની બેંચ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ કાયદા અંતર્ગત દાખલ મામલાઓમાં ધરપકડના બદલે પોલીસે વિભાગ દ્વારા સાત દિવસની તપાસ કરવી જોઈએ અને તે બાદ ધરપકડ કે અન્ય પગલાં લેવા જોઈએ.
– કોઈપણ સરકારી અધિકારીની ધરપકડ એપોઈન્ટિંગ ઓથોરિટીની મંજૂરી વિના ન થઈ શકે. જ્યારે બિન સરકારી કર્મચારીની ધરપકડ માટે SSPની મંજૂરી લેવી જરૂરી રહેશે.
ઉપરોક્ત ચુકાદા ના પરિણામ સ્વરૂપે ઠેર ઠેર તોફાની તત્વો તારકફ થી તોડફોડ અને વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા.