ફેસબુક અશ્લીલ કન્ટેન્ટ દુર કરી શકશે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

સોશિયલ મિડિયામાં હાલમાં વાંધાજનક અને અશ્લીલ કન્ટેન્ટના કારણે મોટી સંખ્યામાં લોકો પરેશાન છે. ખાસ કરીને યુવતિઓ અને મહિલાઓ આનો વધારે શિકાર થઇ રહી છે. સોશિયલ મિડિયાની દુનિયામાં મોટુ નામ ધરાવનાર ફેસબુકે હવે નવી પ્રાઇવેસી પોલિસી મારફતે વાંધાજનક અને અશ્લીલ કન્ટેન્ટ દુર કરવાની દિશામાં તૈયારી કરી છે. ગુપ્તત્તા ભંગ અને ડેટા લીક થવાના થઇ રહેલા આરોપો અને ફરિયાદ વચ્ચે હવે ફેસબુક દ્વારા નવી વધારે સુરક્ષિત મેસેજિંગ સેવા શરૂ કરવાની તૈયારી કરી છે. ફેસબુકના સીઇઓ માર્ક જકરબર્ગે આ તમામ પ્રકારની ફરિયાદો અને આરોપો બાદ યુઝર્સને ખાતરી આપી છે કે આ સેવા હવે ઇનક્રિપ્ટેડ રહેનાર છે. યુઝર્સની વાતચીતને ફેસબુક પણ વાંચી શકશે નહીં. ફેસબુકના નેટવર્કની વાત કરવામાં આવે તો એકલા ભારતમાં ફેસબુકના ૩૦ કરોડ યુઝર્સ છે. જે વિશ્વમાં સૌથી વધારે છે. આવા દાવો કરવામાં આવી રહ્યો છે કે ડેટા લીકને લઇને મોટી સંખ્યામાં લોકો પરેશાન થયેલા છે. ભારતમાં ૩૦ કરોડ બાદ અમેરિકામાં ફેસબુકના ૨૧ કરોડ યુઝર્સ રહેલા છે.

ફેસબુકે યુઝર્સની સુવિધા માટે નવી નવી પદ્ધિતીનો ઉપયોગ કર્યો છે. આજે ૭૦ ભાષામાં ફેસબુક યુઝર્સ પોતાની સુવિધા મુજબ અનુવાદ કરી શકે છે. કોલંબિયા જર્નાિલઝ્મ રિવ્યુના મેથ્યુ ઇનગ્રામનુ કહેવુ છે કે ફેસબુક હવે પ્રાઇવેટ ઇન્ક્રિપ્ટેડ મેસેજની દિશામાં જશે. પરંતુ થોડાક સમય પહેલા ભારત અને મ્યાનમારમાં પ્રાઇવેટ અને એન્ક્રિપ્ટેડ મેસેજથી નફરત અને હિંસા ફેલાઇ ગઇ હતી. વોટ્‌સ એપ મારફતે હિંસા ભડકી ઉઠી હતી. ફેસબુકના પૂર્વ કર્મચારી અને કેઓસ મંકીના લેખક એન્ટોનિયો ગર્સિયા કહે છ કે નફરત અને નુકસાન પહોંચાડનાર કન્ટેન્ટને દુર કરવાની બાબત સરળ નથી. પહેલાથીજ ફેસબુક અને એપ્પલ વચ્ચે એન્ક્રિપ્શનને લઇને જારદાર લડાઇ રહી છે. કેટલાક વર્ષ પહેલા જ્યારે એપ્પલે આઇફોન માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજ શરૂ કર્યા ત્યારે કાયદાકીય નિષ્ણાંતોએ ચેતવણી આપી હતી કે આના કારણે અપરાધને રોકવા માટેની બાબત મુશ્કેલ સાબિત થશે. માર્ક જકરબર્ગે ફેસબુક પર ખોટા કન્ટેન્ટને રોકવા માટ નવી ઇન્ક્રિપ્શન પોલીસી લાવવા માટેનો દાવો કર્યો છે.

જાણકાર લોકોનુ કહેવુ છે કે આના કારણે પ્રાઇવેસી તો મળી શકે છે પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તે યોગ્ય નથી. જકરબર્ગે કહ્યુ છે કે અમે તમામ એવા સંભવિત ખતરા અંગે ક્યારેય જાણી શકીશુ નહીં જેને કંપનીના કર્મચારીઓ  પણ જાઇ શકશે નહીં. અમારા સુરક્ષા તંત્ર દ્વારા પણ સંદેશાને જાવાની Âસ્થતીમાં રહેશે નહીં. આનાથી બચવા માટે ફેસબુક ઓનલાઇન સેન્સર ઇચ્છતુ નથી કારણ કે આના કારણે પોલીસ એવા મેસેજને અથવા તો કન્ટેન્ટને જાઇ શકશે નહીં આને લઇને ફેડરલ ટ્રેડ કમીશનના ચીફ ટેકનોલોજીસ્ટ અશ્કન સોલ્ટની પણ ચિંતિત છે.

તેઓ કહે છે કે અમેરિકાની વર્ષ ૧૯૯૬ની નબળી નીતિના કારણે આવા ખતરા ઉભા થઇ રહ્યા છે. બીજી તરફ નિષ્ણાંતોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પર ફોક્સ કરીને ફેસબુક ધ્યાન ભટકાવી રહ્યુ છે. આ સુવિધા વોટ્‌સ અપ પરપહેલાથી જ રહેલી છે. બ્રાઝિલમાં થયેલી ચૂંટણીમાં ખોટી કન્ટેન્ટની ભરમાર હતી. પરંતુ ફેસબુકે આ ટેકનિકનો ઉપયોગ કર્યો ન હતો. નવી પ્રાઇવેસી પોલીસીને લઇને ભારે ચર્ચા જાવા મળી રહી છે. તમામ જાણકાર લોકો કહે છે કે નવી પોલીસી પણ કોઇ વધારે અસરકારક સાબિત થશે નહીં.ટ્ઠ નફરત ફેલાવનાર સામગ્રીને દુર કરવાની બાબત સરળ નથી. ફેસબુક દ્વારા જે નીતિ અપનાવવામાં આવી રહી છે તેને લઇને પણ નિષ્ણાંતો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. બ્લુમબર્ગ ન્યુઝ દ્વારા કહેવામાં આવ્યુ છે કે એન્ક્રિપ્શન સંવેદનશીલ ડાટાને સુરક્ષિત રાખવા માટેની પ્રક્રિયા છે. એન્ક્રિપ્ટેડ મેસેજને સંબંધિત વ્યÂક્ત જ વાંચી શકે છે. બાહરની વ્યÂક્ત  કે  કંપનીવાળા વાંચી શકે નહીં. હાલમાં સોશિયલ મિડિયા પર અશ્લીલ અને વાંધાજન સામગ્રીથી તમામ પરેશાન છે.

Share This Article