ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્‌સ એપ મેસેન્જર એક સાથે હશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સાનફ્રાન્સિસકો : ફેસબુકના પ્રમુખ માર્ક જકરબર્ગે જાહેરાત કરી છે કે તેઓ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામને એક સાથે જાડવાની યોજના પર કામ કરી રહ્યા છે. આના કારણે યુઝર્સને ખુબ મોટો ફાયદો થશે. આ ફેરફાર કરવામા આવ્યા બાદ યુઝર્સ આમાંથી કોઇ પણ મેસેજિંગ એપથી બીજા પર મેસેજ મોકલી શકશે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ત્રણેય એપ અલગ જ રહેશે. જો કે તેમને એક મેસેજ પ્લેટફોર્મ પર લાવવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૨૦ સુધી આને પૂર્ણ કરવા માટે  ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે. આ એપ્સ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન વાળા રહેશે.

વાતચીતમાં ભાગ લેનાર લોકો જ મોકલી દેવામાં આવેલા મેસેજને જાઇ રહ્યા છે તેની ખાતરી કરવામાં આવનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ફેસબુકે વર્ષ ૨૦૧૨માં ઇસ્ટાગ્રામ અને વર્ષ ૨૦૧૪માં વોટ્‌સ એપની ખરીદ કરી લીધી હતી. ત્રણેય એપને ઇન્ટીગ્રેટ કરવાના કારણે વોટ્‌સ એપની પ્રાઇવેસી ખતરામાં પડી શકે છે. ત્રણેય અપ્લીકેશનની વચ્ચે ડેટા શેયર કરવાના લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. વોટ્‌સ એપ માટે  ફોન નંબર જરૂરી હોય છે. જ્યારે  ફેસબુક અને ઇન્સ્ટા માટે લોકોને પોતાની ઓળખ આપવાની જરૂર હોય છે. અમેરિકાની સાથે સાથે ભારતમા પણ જકરબર્ગ દ્વારા આ મુજબની વાત કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે.

જાણકાર લોકો કહી રહ્યા છે કે આના કારણે અનેક લોકો આગામી દિવસોમાં પ્રશ્નો ઉઠાવશે. ખાસ કરીને પ્રાઇવેસીને લઇને લોકો પ્રશ્ન ઉઠાવી શકે છે. એક પ્લેટફોર્મ પર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્‌સ એપ હવે આવનાર છે. જાણકાર અને ટેકનિકલ નિષ્ણાંતોમાં પણ તેની ચર્ચા જોવા મળી રહી છે.

Share This Article