૨૩ માર્ચ, ૨૦૧૮ના રોજ ફેસબુક પાસેથી ડેટાની ગુપ્તતાના ઉલંઘનનું વિવિરણ આપવા માટે કેમ્બ્રિજ એનાલિટિકાને નોટિસ આપવામાં આવી છે. વિશેષ રીતે ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયત્નો અંતર્ગત મેસર્સ કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા અપનાવાયેલા સંશયાત્મક પ્રકારો વિશે મીડિયાનાં છપાયેલા રિપોર્ટ્સને ધ્યાનમાં રાખતા આ કંપનીને નોટિસ મેકલવામાં આવી છે.
માનવામાં આવી રહ્યું છે કે ફેસબુકથી ડેટાની ગુપ્તતાના ઉલંઘન વિશે હજુ પણ વધુ સૂચનાઓની જરૂરિયાત છે. તે પ્રમાણે, ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના ટેકનોલોજી મંત્રાલયે ૨૮ માર્ચ, ૨૦૧૮ના રોજ પત્ર મોકલીને નીચે જણાવેલ પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપવા માટે જણાવાયું છે, ફેસબુકને આ જવાબો ૭ એપ્રિલ, ૨૦૧૭ સુધીમાં આપવા માટે જણાવાયું છે.
- શું ભારતીય મતદાતાઓ અને ઉપયોગકર્તા (યૂઝર્સ)ના પર્સનલ ડેટાનો દુરઉપયોગ કેમ્બ્રિજ એનાલિટિકા અથવા કોઇ અન્ય ડાઉનસ્ટ્રીમ નિકાય દ્વારા કોઇ પણ રૂપમાં કરવામાં આવ્યો અને જો કદાચ આવુ થયું છે તો આ દુરઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો?
- જો આ પ્રકારના કોઇપણ ડાઉનસ્ટ્રીમ નિકાયે ફેસબુક પાસેથી પ્રાપ્ત ડેટાનો દૂરઉપયોગ કર્યો છે, તો ડેટા જેવા મહત્વપૂર્ણ વિષય માટે શું સંરક્ષણ ઉપલબ્ધ છે?
- ભારતીય ચૂંટણી પ્રકિયામાં સંભવિત વિક્ષેપ અથવા તેને પ્રભાવિત કરવા માટે પર્સનલ ડેટાના કોઇ ફણ દુરઉપયોગને રોકવા માટે ફેસબુક તરફથી કેવા વિશિષ્ટ પગલા પ્રસ્તાવિત છે?
- યૂઝર્સના આંકડાની દ્રષ્ટિએ ફેસબુકની સૌથી વધુ યૂઝર્સ ભારતમાં જ છે, એટલે આટલા વિશાળ યૂઝર ડેટાની સુરક્ષા તથા ગુપ્તતા સુનિશ્ચિત કરવા અ કોઇ પણ અન્ય નિકાય દ્વારા તેના દુરઉપયોગને રોકવા માટે કેવા સક્રિય પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે?