ફેસબુક પર અત્યાર સુધીનો સૌથી મોટો લદાયેલો દંડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : યુએસ ફેડરલ ટ્રેડ કમિશન ટેકનોલોજી કંપની ફેસબુક પાસેથી પાંચ અબજ ડોલર એટલે કે ૩૫ હજાર કરોડ રૂપિયા વસુલશે. આ દંડ કોઈ ટેક કંપની પર હજુ સુધી લાગુ કરવામાં આવેલો સૌથી મોટો દંડ છે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં ગુગુલ પર ૨૨ મિલિયન ડોલર એટલે કે ૧૫૪ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. અલબત ફેસબુક આ દંડ માટે પહેલાથી જ તૈયાર છે. આનાથી કંપની પર કોઈ વધારે અસર થશે નહીં. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. અમેરિકાની એફટીસી દ્વારા અંગત બાબતોના ભંગ અને યુઝર્સના ડેટાનો ખોટો ઉપયોગ કરવા બદલ ફેસબુક પર આ દંડ લાગુ કર્યો છે. જોકે, ફેસબુક અને એફટીસી દ્વારા આ મામલામાં કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૩-૨ વોટની સાથે આ દંડની રકમને મંજુરી આપી દેવામાં આવી છે. હાલમાં આ મામલો જસ્ટીસ ડિપાર્ટમેન્ટના સિવિલ ડિવિઝનની પાસે સમિક્ષા માટે જતો રહ્યો છે. આ બાબત સ્પષ્ટ નથી કે, આ પ્રક્રિયામાં કેટલો સમય લાગશે.

જોકે, આને મંજુરી મળવાની સંભાવના છે. સામાન્ય રીતે તો અનેક કંપનીઓ માટે પાંચ અબજ ડોલરની આ રકમ ખતમ કરી દેવા માટે પુરતી છે પરંતુ ફેસબુક એટલી કમજાર કંપની નથી. ગયા વર્ષે રેવેન્યુમાં ૫૬ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. આ વર્ષે ૬૯ અબજ ડોલરનુ રોકાણ કરવામાં આવશે. એફટીસીએ જાહેરાત કરી હતી. કે, કૈમ્બ્રિજ એનાલિટિકા દ્વારા કરોડો યુઝર્સના ડેટા ચોરી કરવાના મામલામાં ફેસબુકની સામે તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે. ૨૦૧૬માં ટ્રમ્પના ચૂંટણી અભિયાનમાં આ કંપનીએ ભૂમિકા ભજવી હતી. ૮.૭ કરોડ યુઝર્સના ડેટા ચોરી કરવાનો મામલો સપાટી પર આવ્યો હતો.

 

Share This Article