સોશિયલ મિડિયાના યુઝર્સમાં ઝડપથી વાયરલ થઇ રહેલા ફેસએપને લઇને ભારે ચર્ચા ટેકનિકલ નિષ્ણાંતોમાં જોવા મળી રહી છે. ખાનગી માહિતી લીક થવા માટેનો ખતરો તોળાઇ રહ્યો છે. નવેસરના આંકડા દર્શાવે છે કે ફેસએપ સર્વર પર ૧૫ કરોડથી વધારે ફોટો જમા કરવામાં આવી ચુક્યા છે. સોશિયલ મિડિયામાં યુઝર્સ ખુબ ઝડપથી લેટેસ્ટ એપ્લિકેશનને ઉપયોગ કરે છે. આવી જ રીતે હાલમાં અતિ ઝડપથી લોકપ્રિય થતી એક એપ્લિકેશન ફેસએપ છે. ભવિષ્યમાં વ્યક્તિ કેવી દેખાશે ખાસ કરીને વૃદ્ધ થયા બાદ કેવી દેખાશે તેને લઇને ઉત્સુકતા અને મનોરંજનના કારણે આ રશિયન એપ્લિકેશન અતિ ઝડપથી વાયરલ થઇ રહી છે.
ફેસએપની લોકપ્રિયતાનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે છેલ્લા ૧૦ દિવસના ગાળામાં જ ગુગલ એપ સ્ટોરથી ૧૦ કરોડથી વધારે વખત તેને ડાઉનલોડ કરવામાં આવી છે. આના ઉપયોગથી હજુ સુધી ફેસએપના સર્વર પર ૧૫ કરોડથી વધારે ફોટો જમા કરવામાં આવી ચુક્યા છે. સાથે સાથે ખાનગી માહિતી લીક થવાને લઇને સવાલ પણ ઉઠી રહ્યા છે. એપ આ ફોટોનો શુ કરશે તેને લઇને પ્રશ્નો રહેલા છે. આ એપના કારણે યુઝર્સની માહિતી કેટલી હદ સુધી સુરક્ષિત રહેનાર છે તેને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. કઇ રીતે આ એપ કામ કરે છે તેની વાત કરવામાં આવે તો આ એપ લોકોને વૃદ્ધ અથવા તો વધારે વયવાળા દેખાવવા માટે ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરે છે. આ એક પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. આ એપના ઉપયોગ માટે કેટલીક શરતો અને નિયમો રહેલા છે. તેની પહેલા મંજુરી લેવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જા વ્યક્તિ એક વખત ફોટો એડિટ કરવા માટે આ એપનો ઉપયોગ કરે ચે તો કંપની તે વ્યક્તિના ફોટોના ઉપયોગ ક્યારેય પણ પોતાના પ્રચાર માટે કરી શકે છે. હવે ફેસએપના એડિટેડ વર્જનમાં કહેવામાં આવી રહ્યુ છે કે તે વ્યક્તિના અપલોડ થયેલા ફોટોને સર્વર પર સ્ટોર કરીને રાખશે. જો કે ફેસએપના સીઇઓ યારોસ્લાવ ગોન્ચારોવે દાવો કર્યો છે કે કોઇ પણ ફોટો ૪૮ કલાક કરતા વધારે સમય સુધી સર્વર પર રાખવામાં આવશે નહીં.
તેમ છતાં કહેવામાં આવી રહ્યુ છે કે આને લઇને કંઇ પણ કહી શકાય તેમ નથી. કારણ કે એપની શરતો અને નિયમો એ પ્રકારના રહેલાછે. ફેસએપની નીતિમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે તે વ્યક્તિની આપવામાં આવેલી માહિતીને કોઇ બીજી વ્યક્તિ સાથે શેયર કરી શકે છે. કોઇ બીજા દેશના લોકો સાથે પણ માહિતીને શેયર કરી શકે છે. ફેસએપ જાણકારીની સુરક્ષાને લઇને સંપૂર્ણ ખાતરી આપવાની સ્થિતીમાં નથી. એટલે કે ફેસબુક મારફતે ફેસ એપ લોગીન કરવામાં આવે તો એપ યુઝરના ઇમેલ, સંપર્ક નંબર, ફોન મોડલ, આઇએમઇાઇ જેવી માહિતી હાંસલ કરે છે. કેટલાક પ્રકારના ફોન લોક અને અન લોક કરવા માટે ફેશિયલ રિકગ્નિશન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. તે ખાનગી પણ હોય છે અને સ્થાયી પણ હોય છે.
તે બાબતની નોંધ લેવામાં આવે તે જરૂરી છે. ફેસએપની સર્વિસ પોલીસીમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે પેસએપ યુઝર તેમને પોતાના ફોટોનો દુનિયામાં ઉપયોગ કરવા માટે એક પ્રકારે લાયસન્સ આપે છે. જા સમગ્ર ફેસએપ અથવા તો તેના એક હિસ્સાને વેચી દેવામાં આવે તો વ્યક્તિની ખાનગી માહિતી અને ફોટો ખરીદનારની પાસે પહોંચી શકે છે. એટલુ જ નહીં બલ્કે વ્યક્તિ પોતાના એકાઉન્ટ ડિલિટ કરી દે તો પણ ફેસએપને આપવામાં આવેલી માહિતી તેને તેની પાસે સ્ટોર કરવાની મંજુરી અને અધિકાર આપે છે. આનો અર્થ એ થયો કે ફેસએપને લઇને ખુબ સાવધાની જરૂરી છે. તે ફેસટ્રેપ તરીકે સાબિત થઇ શકે છે.
સોશિયલ મિડિયા પર ફેસએપના મામલે સોશિયલ મિડિયા પર હાલમાં ભારે ચર્ચા છેડાઇ ગઇ છે. કારણ કે જે રીતે પ્રાઇવેસીને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે તેના કારણે હવે લોકો વધારે સાવધાન થઇ ગયા છે. ફેસએપને લઇને ભવિષ્યમાં વધારે ચર્ચા રહે અને વિવાદો પણ થાય તેવી શક્યતાને કોઇ રીતે નિષ્ણાંતો નકારી શકતા નથી.