સોશિયલ મિડિયામાં યુઝર્સમાં ફેસએપ જોરદાર રીતે લોકપ્રિય થઇ રહી છે. ફેસએપ કેમ લોકપ્રિય થઇ રહી છે તેને લઇને ચર્ચા છે. આની લોકપ્રિયતા વધવા માટે જે કારણ સૌથી દેખીતા છે તેમાં યુઝર્સોની ઉત્સુકતા છે. ભવિષ્યમાં વ્યક્તિ કઇ રીતે દેખાશે અને વૃદ્ધ થશે ત્યારે કેવી દેખાશે તેની ઉત્સુકતા દેખાઇ રહી છે. ફેસએપની લોકપ્રિયતાનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે છેલ્લા ૧૦ દિવસના ગાળામાં જ ગુગલ એપ સ્ટોરથી ૧૦ કરોડથી વધારે વખત તેને ડાઉનલોડ કરવામાં આવી છે. આના ઉપયોગથી હજુ સુધી ફેસએપના સર્વર પર ૧૫ કરોડથી વધારે ફોટો જમા કરવામાં આવી ચુક્યા છે.
ફેસએપ એક રશિયન એપ્લીકેશન છે. જેની બોલબાલા દેખાઇ રહી છે. રશિયન કંપની વાયરલેસ લેબ દ્વારા આઇઓએસ અને એન્ડ્રોઇડ માટે આ એપ્લિકેશન વિકસિત કરવામાં આવી છે. જેમાં ફોટોગ્રાફમાં ચહેરાના હાઇલી રિલાલિસ્ટિક ટ્રાન્સફોર્મેશન જનરેટ કરવામાં આવે છે. આ એપચહેરાને સ્માઇલ, યુવા, વૃદ્ધ બનાવી શકે છે. જેન્ડર પણ બદલી શકાય છે. આના ટાઇપની વાત કરવામા આવે તો કંપની ઇમેજ એડિટિંગ માટે કામ કરે છે. મુળભુત રીતે જાન્યુઆરી ૨૦૧૭માં આઇઓએસ પર આને લોંચ કરવામાં આવ્યા બાદ તેના પર વધારે ધ્યાન કરવામાં આવ્યુ હતુ. આ એપમાં મલ્ટીપલ વિકલ્પ રહેલા છે.
જેના ભાગરૂપે વયમાં બદલી કરી શકાય છે. હેર કલર બદલી શકાય છે. હેસ્ટાઇલ બદલી શકાય છે. વય જુદી જુદી દર્શાવી શકાય છે. એપના અન્ય પાર્ટમાં ફિલ્ટર્સ, લેન્સ પણ રહેલા છે. જેન્ડર ચેન્જ ઓપ્શન હોવાના કારણે સજાતિય લોકો પણ આકર્ષિત થયા છે. વર્ષ ૨૦૧૯માં ફેસ એપની વ્યાપક ટિકા પ્રેસ અને સોશિયલ મિડિયામાં થઇ હતી. યુઝર ડેટાની પ્રાઇવેસીને લઇને હોબાળો મુખ્ય રીતે થયો હતો. વર્ષ ૨૦૧૭માં એપમાં હોટ ટ્રાન્સફોર્મેશનને લઇને હોબાળો વધારે થયો હતો. આના કારણે યુઝર વધારે શારરિક રીતે ખુબસુરત દેખાઇ આવે છે. જા કે વિવાદ થયા બાદ આ ફિલ્ટર્સને તરત દુર કરવાનો નિર્ણય કરાયો હતો.