એકસ્ટ્રા મેરિટલ અફેયર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એક્સ્ટ્રા મેરિટલ અફેયર મહિલાઓને વધારે ખુશી આપે છે. હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાની મિસૌરી સ્ટેટ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર અલસિયા વોકરે હાલમાં જ એક રિસર્ચ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં તેઓએ એવા લોકોના વર્તન અંગે માહિતી મેળવી હતી જે લોકો એકસ્ટ્રા મેરિટલ અફેયરમાં હતા. આ સર્વેના લિન્કને અલિસિયાએ એશ્લે મેડીસનના આશરે એક હજાર યુઝર્સને મોકલીને માહિતી મેળવી લેવાના પ્રયાસ કર્યા હતા.

આ અભ્યાસમાં એવી બાબત નિકળીને આવી કે જે મહિલાઓ એક્સ્ટ્રા મેરિટલ અફેયરમાં હતી તે એવા પુરૂષો કરતા વધારે ખુશ અને સંતુષ્ટ હતી જે  લોકોએ તેમના પાર્ટનરની સાથે વિશ્વાસઘાત કર્યો છે. શોધ કરનાર લોકોએ શોધી કાઢ્યુ છે કે વિશ્વાસઘાત કરનાર એવા પાર્ટનર પર લાંબા સમય સુધી ખુશી અને સંતુષ્ટિ દેખાઇ છે જે પાર્ટનરે સપ્તાહમાં એક અથવા તો વધારે વખત સેક્સ કર્યુ છે.

રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે ચીટિંગથી એક મહિલાને એજ વખતે ખુશી મળે છે જ્યારે તે પોતાની લગ્ન લાઇફથી સંતુષ્ઠ છે. તેમાં પણ સંતુષ્ટિનુ પ્રમાણ એ વખતે વધી જાય છે જ્યારે એકસ્ટ્રા મેરિટલ અફેયરની પાછળ માત્ર સેક્સ જ રહે છે. નિષ્ણાંતોએ કહ્યુ છે કે પરિણિત લોકો મોટા ભાગે ઓનલાઇન સર્ચ કરે છે. જેથી તેઓ એવી જરૂરિયાતને પૂર્ણ કરી શકે જે પાર્ટનર દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી. આવા મામલામાં મોટા ભાગના કેસ માત્ર અને માત્ર સેક્યુઅલ હોય છે.

Share This Article