વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું વિમાન થોડા સમય માટે સંપર્ક વિહોણું બન્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મોરેશિયસ જઈ રહ્યાં હતાં તે દરમિયાન વીવીઆઈપી એરક્રાફ્ટ મેઘદૂત સંપર્ક વિહોણું બન્યું હતું. એરક્રાફ્ટ લગભગ 12 થી 14 મીનીટ સુધી સંપર્ક વિહોણું રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજ ત્રિવેંદ્રમથી મોરેશિયસ જઈ રહ્યાં હતાં તે દરમિયાન આ ઘટના ઘટી હતી. વિદેશ મંત્રીનું વિમાન મોરેશિયસ એરસ્પેશમાં પ્રવેશી ચુક્યું હોવા છતાંયે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક વિહોણું બન્યું હતું.

એરપોર્ટ્સ ઓથોરિટી ઈંડિયાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમારા સમુદ્રી એરસ્પેસ, એર ટ્રાફિક કંટ્રોલે પ્લેનને ગુમ થયાની જાહેરાત કરતા પહેલા લગભગ 30 મિનિટનો સમય લીધો હતો. ત્યાર બાદ વિમાન મોરેશિયસના એરસ્પેશમાં પ્રવેશ કર્યાના બાદ 12 મિનિટ બાદ મોરેશિયસ ઓથોરિટીએ એલાર્મ બટન દબાવી દીધું હતું, કારણ કે ફ્લાઈટ સાથે સંપર્ક થઈ શકતો ન હતો.

જ્યારે બીજી બાજુ વિદેશ મંત્રાલયે આ મામલે જાણકારી હોવાનો ઈનકાર કરી દીધો છે. એટીસીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અનિયમિત વીએચએફ કોમ્યુનિકેશનના કારણે સમુદ્ર વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા અવાર નવાર ઉભી થતી રહે છે. ક્યારેય ક્યારેક પાયલોટ મોરેશિયસના હવાઈ ક્ષેત્રમાં સંપર્ક કરવામાં સફળ નથી થતા તો ક્યારેક ભૂલી પણ જાય છે. સમુદ્રી વિસ્તારમાં રડાર કવરેજ પણ નથી. બધુ જ વીએચએફ કોમ્યુનિકેશન પર જ નિર્ભર હોય છે. જે જગ્યાએ બીએચએફ કવરેજ સારું નથી, તેને ડાર્ક ઝોન કહેવામાં આવે છે.

 

Share This Article