ફોર્ટ લોડરડેલ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ટ્વેન્ટી-૨૦ મેચોની શ્રેણીની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. વેસ્ટ ઇન્ડિઝમાં આ શ્રેણી શરૂ થઇ રહી છે. ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ફોર્ટ લોડરડેલ ફ્લોરિડા ખાતે રમાનાર છે. આ મેચનુ પ્રસારણ ભારતના સ્થાનિક સમય મુજબ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે.
વર્લ્ડ કપમાં જોરદાર દેખાવ કર્યા બાદ અને સેમીફાઇનલ મેચ સુધી એક પણ મેચમાં હાર ખાધા વગર કુચ કર્યા બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે તેમ તમામ લોકો માની રહ્યા હતા પરંતુ સેમીફાઇનલ મેચમાં તેના કરતા ખુબ નબળી એવી ન્યુઝીલેન્ડની ટીમ સામે તેની હાર થઇ હતી. જેથી આશ્ચર્યનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે હાર થયા બાદ ટીમ ઇન્ડિયાની વ્યાપક ટિકા થઇ હતી.પ્રથમ ટેસ્ટ મેચ ૨૨મી ઓગસ્ટથી રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૩૦મી ઓગસ્ટથી રમાશે.
તમામ મેચોનું પ્રસારણ ભારતીય સમય મુજબ સાંજે થશે અને વહેલી પરોઢે મેચ પૂર્ણ થશે જેથી ચાહકોને મોડી રાત સુધી જાગવાની ફરજ પડશે. શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ નીચે મુજબ છે.
- ત્રીજી ઓગસ્ટ : ફ્લોરિડા લોન્ડરહિલમાં પ્રથમ ટ્વેન્ટી
- ચોથી ઓગસ્ટ : ફ્લોરિડા લોન્ડરહિલમાં બીજી ટ્વેન્ટી
- છઠ્ઠી ઓગસ્ટ : ગયાનામાં ત્રીજી ટ્વેન્ટી મેચ
- ૮મી ઓગસ્ટ : ગયાનામાં પ્રથમ વનડે મેચ
- ૧૧મી ઓગસ્ટ : ત્રિનિદાદમાં બીજી વનડે મેચ
- ૧૪મી ઓગસ્ટ : ત્રિનિદાદમાં ત્રીજી વનડે મેચ
- ૨૨-૨૬ ઓગસ્ટ : એન્ટીગુવામાં પ્રથમ ટેસ્ટ મેચ
- ૩૦મી ઓગસ્ટથી : જમૈકામાં બીજી ટેસ્ટ મેચ
નોંધ : વનડે અને ટ્વેન્ટી મેચોનું પ્રસારણ રાત્રે સાત વાગ્યાથી ભારતીય સમય મુજબ કરાશે.