કેન્દ્રમાં નવી સરકાર સત્તારૂઢ બની ગઇ છે ત્યારે આર્થિક મોરચા પર અસરકારક નીતિ આ વખતે વધારે જરૂરી રહેશે. નિકાસ અને આયાત વચ્ચે સંતુલન જાળવી રાખવાના પ્રયાસ જરૂરી છે. હાલમાં આયાતનો આંકડો નિકાસ કરતા વધારે છે. ડોલરની સામે રૂપિયામાં અવમુલ્યનનો દોર જારી રહ્યો છે. જેના કારણે એકબાજુ ભારત સરકાર અને તમામ અર્થશાસ્ત્રી ચિંતાતુર બનેલા છે. વૈશ્વિક પરિબળોને આના માટે મુખ્યરીતે જવાબદાર ગણવામાં આવે છે.
ડોલરની સામે રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આવી સ્થિતીમાં વ†ોની નિકાસ કરનાર કારોબારીઓ અને ઉદ્યોગોને શાનદાર દેખાવ કરવા માટેની સુવર્ણ તક રહેલી છે. રૂપિયાના થઇ રહેલા અવમુલ્યન વચ્ચે ટેક્સ ટાઇલની ચીજ વસ્તુઓની આયાત કરનાર દેશો પણ ભારતમાંથી આયાતને લઇને હાલમાં પ્રાથમિકતા આપી રહ્યા છે. સાથે સાથે અમેરિકામાં વધતા જતા વેચાણના કારણે ભારતીય ટેક્સટાઇલ નિકાસકારો અને ઉદ્યોગોને શાનદાર દેખાવ કરવાની તક રહેલી છે. ભારત કેટલીક ચીજવસ્તુઓના સૌથી મોટા નિકાસકાર દેશ તરીકે છે. ભારત કપાસના સૌથી મોટા ઉત્પાદક દેશ અને નિકાસકાર દેશ પૈકી એક છે. આ એક તથ્ય છે કે ભારતીય વ† ઉદ્યોગનુ દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૧ ટકા, નિર્માણ ક્ષેત્રનુ ૧૪ ટકા યોગદાન છે.
આવી જ રીતે જીડીપીમાં ચાર ટકા અને દેશની નિકાસ આવકમાં ૧૨ ટકાનુ યોગદાન રહેલુ છે. જે સાબિત કરે છે કે ભારતીય વ† ઉદ્યોગનુ કેટલુ મહત્વ રહેલુ છે. આ ક્ષેત્રમાં રોજગારીની તક ઉભી કરવા માટેની શક્યતા પણ સૌથી વધારે છે. આ વાત જુદી છે કે છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં વ† અને ટેક્સ ટાઇલ ઉદ્યોગ તરફથી સરકારની પ્રત્યે કેટલીક માંગ રહી છે. તેમના ટાર્ગેટ પણ પૂર્ણ થઇ રહ્યા નથી. અમેરિકાના રાષ્ટ્રીય રિટેલ એસોસિએશનના નવેસરના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૮માં અમેરિકા ટેક્સ ટાઇલ અને વ†ોના વેચાણમાં નવી ઉંચાઇ સુધી પહોંચી શકે છે. હાલના વર્ષોમાં અમેરિકામાં વ†ોનુ વેચાણ રેકોર્ડ ગતિથી વધી રહ્યુ છે. અમેરિકામાં બે મહાકાય રિટેલ સ્ટોર વોલમાર્ટ અને ટાર્ગેટ કોર્પ દ્વારા શાનદાર દેખાવ કરવામાં આવ્યો છે. આવનાર રજાના ગાળા દરમિયાન અમેરિકામાં વસ્ત્ર આયાત વધી જવાની શક્યતા છે.આના કારણે ભારતને સૌથી વધારે નિકાસ કરવા માટેની તક મળનાર છે. ભારતમાંથી સૌથી વધારે નિકાસ અમેરિકામાં થાય છે .
યુરોપિયન યુનિયનના દેશોમાં પણ વ†ોની મોટા પાયે નિકાસ કરવામાં આવે છે. જા કે વર્ષ ૨૦૧૬-૧૭માં આંકડા દર્શાવે છે કે ભારતમાંથી યુરોપને થનાર વસ્ત્ર નિકાસમાં આંશિક બ્રેકની સ્થિતી રહી હતી. યુરોપમાં ભારતમાંથી થનાર નિકાસનો આંકડો ૨૫ ટકા રહ્યો હતો. અમેરિકામાં ટેક્સ ટાઇલ નિકાસ ૨૧ ટકા રહી હતી. રૂપિયાના સતત અવમુલ્યનના કારણે સ્થિતી સારી થઇ શકે છે. કારણ કે આયાતને પ્રાથમિકતા આપી રહેલા દેશો ભારતમાંથી વ†ોની આયાતના ઓર્ડર વધારી શકે છે. અમેરિકામાં વેચાણના આંકડા સતત વધી રહ્યાછે. આવી સ્થિતીમાં ભારતના નિકાસકારોની સ્થિતી વધારે સારી કરવાની જરૂર છે.