નવીદિલ્હીઃ આઈપીસીની કલમ ૩૭૭નો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટે આની જોગવાઈને અપરાધની શ્રેણીથી બહાર કરવા સાથે સંબંધિત અરજીઓ ઉપર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે પ્રથમ વખત આ મામલા પર સત્તાવારરીતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, સજાતિય સંબંધો બનાવવાની બાબત કોઇની વ્યક્તિગત વિચારધારા અથવા તો પસંદ હોઈ શકે છે. કલમ ૩૭૭ અંગે રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, સેક્સુઅલ પ્રેફરન્સ અંગત પસંદગીનો મામલો રહેલો છે.
તેમનું કહેવું છે કે, જુદા જુદા સમાજના પરિવર્તનો થઇ રહ્યા છે. કલમ ૩૭૭ પર સરકારનું વલણ પણ તેને જ દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે, આ પ્રકારની બાબત કોઇની પણ અંગત પસંદ હોઈ શકે છે. જો આવું છે ત્યારે તેને અપરાધની શ્રેણીમાંથી બહાર કેમ ન કરી દેવામાં આવે. આ સમગ્ર મામલો માનવીય પસંદગીનો મામલો છે. તે ભારતમાં રહેતા લોકોના વિચારોમાં આવી રહેલા ફેરફારને દર્શાવે છે.
આ પહેલા સુધી કેન્દ્ર સરકારે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો હતો. સજાતિય સંબંધોને અપરાધની હદમાંથી બહાર કરવામાં આવે કે કેમ તે અંગે નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પણ પોતાનો ચુકાદો હાલમાં અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કલમ ૩૭૭ ઉપર કોઇ વલણ સ્પષ્ટ કર્યું ન હતું અને કહ્યું હતું કે, કોર્ટ જ આ મામલામાં નિર્ણય કરશે.
એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે, અમે ૩૭૭ની કાયદેસરતાના મામલાને સુપ્રીમ કોર્ટ ઉપર છોડી રહ્યા છે પરંતુ જા સુનાવણીની હદ વધશે તો સરકાર એફિડેવિટ દાખલ કરશે.
વાતચીત દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, દેશના જુદા જુદા હિસ્સાઓમાં મોબ લિંચિંગની ઘટનાઓ થઇ રહી છે. આ સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, અમે ભીડ દ્વારા થયેલી હિંસક ઘટનાનો વિરોધ કરી છીએ. અમે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા સુચનો ઉપર વિચારણા કરી રહ્યા છે. બંધારણમાં આવી ઘટનાઓનો સામનો કરવો માટે કેટલીક જોગવાઈઓ રહેલી છે. આનો ઉપયોગ કરવો જરૂરી છે.
ત્રિપલ તલાકના મુદ્દા ઉપર કોંગ્રેસને ભીંસમાં લેવાના પ્રયાસમાં પ્રસાદે કહ્યું હતું કે, કોંગ્રેસ માત્ર મુસ્લિમોની પાર્ટી બનીને રહી ગઈ છે. જા તે મુસ્લિમ તરફી પાર્ટી છે તો તેમને મુસ્લિમ મહિલાઓની ચિંતા કેમ દેખાતી નથી. આધુનિક ભારતમાં અને મહિલાઓની સામે મધ્યકાલિન વિચારધારા એક સાથે ચાલી શકે નહીં.