અદાણી હિંડનબર્ગ કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટીની રચનાના આદેશ આપ્યા છે. કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કરશે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે કે SEBI આ કેસમાં તપાસ ચાલુ રાખશે અને ૨ મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સેબી હિંડનબર્ગ રિપોર્ટ અને માર્કેટ વાયલેશન સહિત બંને આરોપ પર પહેલેથી તપાસ કરી રહી છે . આથી આવામાં સેબીની તપાસ ચાલુ રહેશે. SEBI એ ૨ મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. એટલું જ નહીં આ મામલે ૬ સભ્યોની ટીમ કરશે તપાસ?.. જાણો કઈ છે આ તપાસ ટીમ.. સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ કેસમાં તપાસ માટે ૬ સભ્યોની એક્સપર્ટ કમિટી બનાવી છે. આ કમિટીમાં રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કેલ ઉપરાંત ઓપી ભટ્ટ, જસ્ટિસ કે પી દેવદત્ત, કેવી કામત, એન નીલકેણી, સોમેશેખર સુંદરેશન સામેલ છે. અને શું છે આ સમગ્ર મામલો? તે જાણો.. અમેરિકી ફર્મ હિંડનબર્ગે હાલમાં જ ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપ વિશે એક રિપોર્ટ બહાર પાડ્યો.
હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટમાં હેરાફેરી અને એકાઉન્ટમાં ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોનું જબરદસ્ત ધોવાણ થઈ ગયું. જો કે ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપે આ આરોપોને નિરાધાર અને ભ્રામક ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ રિપોર્ટમાં જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી. સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ?.. તે જાણો.. હિંડનબર્ગના રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી. અરજીકર્તાઓએ હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે તપાસ માટે ૬ સભ્યોની કમિટી બનાવી છે.