હવે ભારતીય એન્ટ્રોપ્રીનીયરને યુએસએમાં બિઝનેસ કરવાનું સરળ બનાવી રહ્યું છે ઇન્ડો-એમેરિકન એમએસએમઇ નેટવર્ક

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
L To R - Shri Jigar Shukla, Shri Ren Parikh & Shri Rodrick L. Green.JPG

અમદાવાદ: ઇન્ડો-અમેરિકન એમએસએમઇ એક યુએસએ બેસ્ડ નોનપ્રોફીટ ઓર્ગેનાઇઝેશન છે જે બે કન્ટ્રી ઇન્ડિયા અને અમેરિકાના એન્ટ્રોપ્રીનીયરને બિઝનેસ કરવામાં અને તમારા બિઝનેસની સંપૂર્ણ સંભવિતતા પ્રાપ્ત કરવામાં સહાય કરે છે. આ અંગે જીગર શુક્લા, રેન પરીખ અને રોડ્રિક એલ. ગ્રીને વાત કરી હતી.

ઇન્ડો-અમેરિકન એમએસએમઇ નેટવર્ક વેપારોમાં ભાગીદારી અને સહકાર શિક્ષણ, જ્ઞાન, તાલીમ શંસોધન/ પ્રકાશનો દ્વારા એન્ટરપ્રાઇઝ સર્જન અને વિકાસ તરફ દોરી જાય છે. આર્થિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વિકાસ માટે ફ્રેન્ચાઇઝ અને એમએસએમઇના મહત્વ વિશે જાહેર જાગૃતતાને વધારે છે.

ઇન્ડો-અમેરિકન એમએસએમઇ નેટવર્ક ટ્રેડ શો, ફ્રેન્ચાઇઝ, બિઝનેસ રિલેટેડ સર્વિસેસ, ફંડ રાઇઝિંગ, બિલ્ડીંગ સેલ્સ નેટવર્ક, ડિજીટલ એન્ડ સોશિયલ મીડિયા માર્કેટિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ઇ-કોમર્સ – ટેકનોલોજી સપોર્ટ જેવી ફિલ્ડ પર પ્રોત્સાહન અને સહાય આપે છે. નાના અથવા મધ્યમ બિઝનેસ જરૂરિયાતો, નવીનત્તમ તકનીકી અને જ્ઞાનનો ઉપયોગ કરીને તે સામેલ તમામ લોકો માટે વિન વિન પરિસ્થિતિમાં પરિણમે છે

ઇન્ડો-અમેરિકન એમએસએમઇ નેટવર્કના ફાઉન્ડર અને સીઇઓ રેન પરીખે જણાવ્યું કે, “ઇન્ડો-અમેરિકન માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (આઇએએમએસએમઇ) નેટવર્ક તમારા બ્રાન્ડના ભાવીને આકાર આપતાં અનુભવોને શેર કરવામાં માનીએ છીએ. અમારું લક્ષ્ય માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસને પ્રોત્સાહન આપવાનું છે અને ઇચ્છિત ધ્યેયો પ્રાપ્ત કરવા માટે એન્ટ્રોપ્રીનીયરશીપ નેટવર્ક બનાવવાની સાથે કાનૂની, નાણાંકીય અને વેપાર સંબંધિત સપોર્ટ તેમજ તેમને સહાય કરવાનું છે.”

ઇન્ડો-અમેરિકન એમએસએમઇ બોર્ડ ઓફ ડાયરેક્ટરના ચેરમેન(યુએસએ) રોડ્રિક એલ. ગ્રીને જણાવ્યું કે, “અમારું લક્ષ્ય તમારા માઇક્રોને અનુરુપ સંપૂર્ણ ભાગીદારીને શોધવાનું છે. તમે આંતરરાષ્ટ્રીય અનુભવ, એક્સપોઝર અને પ્રદર્શનોમાં અર્થપૂર્ણ કનેક્શન મેળવી શકશો, તમારા વ્યવસાયને સ્કેલ નવા રસ્તાઓ શોધી શકશો અને આગળના સ્તર પર અને તમારા નેતૃત્વ અને ઉદ્યોગસાહસિકતા કુશળતાને વ્યકિતગત રીતે સુધારી શકશો.”

Share This Article