ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં બોર્ડની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. જ્યારે કેટલાક રાજ્યોમાં હવે થનાર છે. ટુંકમાં પરીક્ષાનો સમય છે. પરીક્ષાનો દોર શરૂ થઇ ગયા બાદ આ સમય શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ત્રણેય માટે પડકારરૂપ સમય હોય છે. પરીક્ષાના ગાળા દરમિયાન બાળકો ટેન્શનમાં ઘેરાઇ જાય છે. પોતાની ક્ષમતા પર શંકા કરવી અને પોતાને કમજોર ગણવાના કારણે આ પ્રકારની સમસ્યા ઉભી થાય છે. સામાન્ય રીતે બાળકોના આ મનોભાવને માતાપિતા સમજી શકતા નથી. જેના કેટલીક વખત ઘાતક પરિણામ સામે આવે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાના ગાળા દરમિયાન રાત્રીમાં પણ જાગે છે. ભોજન પ્રમાણમાં ઓછુ લેવાની શરૂઆત કરે છે. વિદ્યાર્થીઓ ટેન્શનમાં રહે છે. નિષ્ણાંત શિક્ષકોનુ કહેવુ છે કે પરીક્ષાના ગાળા દરમિયાન છથી આઠ કલાક સુધી વાંચન પણ પુરતા પ્રમાણમાં હોય છે. પરિવારના સભ્યોને પ્રોત્સાહન આપવાની જરૂર હોય છે.
પરીક્ષાને એક ખેલ તરીકે લેવામાં આવે તે જરૂરી છે. પરિણામની ચિંતા કર્યા વગર જોરદાર દેખાવ કરવા માટેની સલાહ નિષ્ણાંતો આપે છે. અભિભાવક અને વાલી બાળકોને પ્રોત્સાહન આપે તો ખુબ રાહત મળે છે. આવી બાબતોથી વિદ્યાર્થીઓમાં હિમ્મત આવે છે. દરેક બાળકમાં અમર્યાિદત પ્રતિભા અને વિશ્વાસ હોય છે. ટેન્શનથી એકાગ્રતા ભંગ થઇ જાય છે. ભણવા માટે ટાઇમ ટેબલ બનાવવા માટેની તાકીદની જરૂર હોય છે. બ્રેકમાં મ્યુઝિક સાંભળવા માટેની પણ સલાહ કેટલાક લોકો આપે છે. ક્રિએટિવ તરીકાથી વાંચવાની ટેવ રાખવી જોઇએ. સવારમાં હળવી કસરત કરવી જાઇએ. યોગ કરવાથી પણ ફાયદો થાય છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે જે બાળકો શિસ્તમાં રહેતા નથી અને વર્ષ દરમિયાન વાંચતા નથી તેઓ પરીક્ષાના ગાળા દરમિયાન નર્વસ અનુભવ કરે છે. આવી સ્થિતીમાં પહેલા રસવાળા વિષય વાંચવા જાઇએ.
ત્યારબાદ મુશ્કેલ વિષય પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. મુશ્કેલ વિષયને પછી લેવામાં આવે તો ફાયદો થાય છે. જાણકાર મનોચિકિત્સક કહે છે કે બાળકો પોતાના મનની વાત મિત્રો, પરિવારના સભ્યોને કરે તે જરૂરી છે. આનાથી તેમના અંદરનો ભય નિકળી જાય છે. લોકો શુ વિચારશે તેની તરફ ધ્યાન આપવાના બદલે હકારાત્મક બાબતો પર ધ્યાન આપવાની જરૂર હોય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જે વાંચ્યુ છે તે આવડવુ જાઇએ. વાલીઓને આ બાબત પર ધ્યાન આપવાની જરૂર હોય છે કે તેઓ પોતાની ઇચ્છા બાળકો પર ન લાદે. આનાથી નુકસાન થઇ શકે છે. બાળકોની સાથે વાલીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે જરૂરી છે. તેમને પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી છે. ઘરે આવ્યા બાદ બાળકોની મનોદશા સમજવાના પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. પેપર પૂર્ણ થયા બાદ તેની બીજી પરીક્ષા બહાર લેવાના પ્રયાસ કરવા જોઇએ નહીં. પરીક્ષાના ગાળા દરમિયાન એક પ્રશ્નનો જવાબ આવી રહ્યો નથી તો તેને પછી કરવા માટે રાખવાની જરૂર હોય છે.
અન્ય પ્રશ્નોના જવાબ પહેલા લખવા જોઇએ. પરીક્ષાના અંતે સમય હોય તો તે પ્રશ્નના જવાબ લખવાના પ્રયાસ કરવા જોઇએ.અમેરિકામાં તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ સાત કલાકની ઊંઘ માણી રહ્યા છે તે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ યોગ્ય પરિણામ મેળવી રહ્યા છે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સાત કલાકની ઊંઘ સારા પરિણામમાં મદદરૂપ થાય છે. ફેડરલ માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓને નવ કલાક ઊંઘવાની ભલામણ કરવામાં આવી છે પરંતુ આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સાત કલાકની ઊંઘ વિદ્યાર્થીઓને સારા પરિણામ મેળવવામાં મદદરૂપ બને છે. અભ્યાસમાં સામેલ અધિકારી ઇરીક આઈડે કહ્યું છે કે અમે ઓછી ઊંઘ અંગે વાત કરી રહ્યા નથી પરંતુ ડેટા જણાવે છે કે સાત કલાકની ઊંઘ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે આદર્શ છે. સાત કલાકની ઊંઘ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામમાં મદદરૂપ બની શકે છે. આઈડ અને બ્રિગહામ યગ યુનિવર્સિટીના ઇકોનોમીક પ્રોફેશર માર્ક સોવાલટર દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાના ગાળામાં પણ આટલી ઊંઘ પુરતી રહે છે. આરોગ્ય અને શિક્ષણ ઉપર તેની અસરની ચર્ચા પણ કરવામાં આવી હતી.
જ્યાં સુધી ઊંઘથી સંતુષ્ટ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ઊંઘ લેવી જોઈએ. પરંતુ આ પ્રકારના તારણોથી તમામને આશ્ચર્ય થયું હતું. ૧૭૨૪ પ્રાઈમરી અને સેકેન્ડરી વિદ્યાર્થીઓના સેમ્પલ લીધા બાદ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઊંઘની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. ઊંઘની પરીક્ષામાં સ્કોર ઉપર અસરના કદ અંગે વાત કરવામાં આવી નથી.