એક્સ સર્વિસમેનને અપાતી હેલ્થ પરમીટ માટે અગાઉની જ કાર્યપદ્ધતિને અનુસરાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજ્યમાં હેલ્થ પરમીટ ધારકોને દારૂ આપવાની પરમીટ આપવાની નિયમ પ્રક્રિયા સુધારણા હેઠળ છે. પરંતુ એક્સ સર્વિસમેનોને અપાતી હેલ્થ પરમીટ માટે અગાઉની કાર્યપદ્ધતિને અનુસરીને જ પરમીટ આપવામાં આવશે –  તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.

ગુજરાતમાં પરમીટ ધારકોમાં નિયમ પ્રક્રિયામાં સુધારણા કરી ખરેખર હેલ્થ પરમીટ મેળવવા પાત્ર સિવાયના લોકો હેલ્થ પરમીટ ન અપાય તે હેતુસર આ પ્રક્રિયા સુધારણા હેઠળ છે. નવી પદ્ધતિ અમલમાં ન આવે ત્યાં સુધી નવી હેલ્થ પરમીટ આપવાની કે રીન્યુ કરવાની કામગીરીને કામચલાઉ ધોરણે સ્થગિત કરાઇ છે. પરંતુ લશ્કરીદળોના નિવૃત સભ્યો (એક્સ સર્વિસમેન)ને અપાતી હેલ્થ પરમીટ અંગે કાયદાકીય હાલની પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. હવેથી આ હેલ્થ પરમીટ અગાઉની કાર્યપદ્ધતિ મુજબ નવી કે રીન્યુ કરાશે.

TAGGED:
Share This Article