ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાઓ માટે ખુશખબર છે. કેન્દ્ર સરકારે સશસ્ત્ર સીમા દળ (BSF)માં ભરતી માટે પૂર્વ અગ્નિવીરો માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે. એટલું જ નહીં અગ્નિવીરોને ઉપરી આયુ સીમા માપદંડોમાં પણ છૂટ આપવાનો ર્નિણય લેવાયો છે. આ એ વાત પર ર્નિભર કરે છે કે તેઓ પહેલી બેન્ચનો ભાગ હતા કે બાદની બેન્ચોનો ભાગ હતા. ગૃહ મંત્રાલયે આ અંગે છ માર્ચના રોજ એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું. ગૃહ મંત્રાલયે છ માર્ચના રોજ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી હતી. અગ્નિવીરોને ૧૦ ટકા અનામત આપવા માટે ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), જનરલ ડ્યૂટી કેડર રિક્રુમેન્ટ રૂલ્સ ૨૦૧૫માં સંશોધન કર્યું છે. આ માટે અધિકૃત ગેઝેટ નોટિફિકેશન છ માર્ચ ૨૦૨૩ના રોજ બહાર પડ્યું હતું. નોટિફિકેશન મુજબ બીએસએફની ભરતી પરીક્ષામાં અગ્નિવીરોને શારીરિક ક્ષમતાવાળી પરીક્ષા એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં પણ છૂટ મળશે. નોટિફિકેશન મુજબ કોન્સ્ટેબલ પદો માટે અગ્નિવીરોની પહેલી બેચના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ મળશે. જ્યારે પૂર્વ અગ્નિવીરોને ૩ વર્ષની છૂટ મળશે. આ અગાઉ ઈન્ડિયન આર્મીએ પણ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો. ઉમેદવારે પહેલા લેખિત પરીક્ષામાં સામેલ થવાનું રહેશે. પરીક્ષા પાસ કર્યા બાદ જ તેઓ રેલીમાં સામેલ થઈ શકશે. ભરતીના છેલ્લા તબક્કામાં મેડિકલ ટેસ્ટ થશે. ભરતી રેલીમાં ભીડ ઓછી કરવા માટે આર્મીએ આ ર્નિણય લીધો છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં ભરતી પ્રક્રિયામાં સૌથી પહેલા રેલીનું આયોજન થતું હતું. રેલીથી પસંદ કરાયેલા ઉમેદવારોનો મેડિકલ ટેસ્ટ થતો હતો. ત્યારબાદ પરીક્ષા થતી હતી. બીજી બાજુ હવે આ ફેરફાર બાદથી ઉમેદવારોને બીજી પરીક્ષાની પણ તૈયારી કરવાનો સમય મળશે.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન, એક શખ્સની ધરપકડ કરી
મહારાષ્ટ્ર : ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના...
Read more