બ્રિટનમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન સ્ક્રીન પર આ વિડિયોથી બધા શરમમાં મુકાયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોરોના વાયરસના સંક્રમણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં થોડા સમયથી વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન બ્રિટનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, સુનાવણી દરમિયાન અચાનક, સ્ક્રિન પર મોટા અવાજની સાથે એડલ્ટ ક્લિપ દેખાવા લાગી. પછી શું હતું, ગુસ્સે ભરાયેલા ન્યાયાધીશે તરત જ કેસ રદ કરી દીધો અને તપાસના આદેશ આપ્યા. જે સમયે સુનાવણી દરમિયાન આ બન્યું તે સમયે કોર્ટરૂમમાં ઘણા લોકો હાજર હતા.

રિપોર્ટ અનુસાર ડ્રગ્સ અને મોબાઈલ ફોનની દાણચોરીને લઈને સુનાવણી ચાલી રહી હતી. નામ ન આપવાની શરતે એક બેરિસ્ટરે ટાઈમ્સને જણાવ્યું કે સુનાવણી દરમિયાન અશ્લીલ અવાજો “ચોક્કસપણે” સંભળાયા હતા. આ ઘટનાએ અમને બધાને શરમમાં મૂકી દીધા. તેમણે કહ્યું કે અવાજો ખૂબ જોરથી આવી રહ્યા હતા. ન્યાયાધીશે માઇક્રોફોનને મ્યૂટ કરવાનું કહ્યું. પરંતુ તેને સફળતા ન મળી. આ પછી, ન્યાયાધીશે અચાનક કાર્યવાહી સમાપ્ત કરી દીધી. ન્યાયાધીશે કહ્યું કે હવે વીડિયો લિંક દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં.

બેરિસ્ટર કહે છે કે ન્યાયાધીશે જેલમાંથી CVP લિંક દ્વારા સુનાવણીમાં હાજરી આપનારાઓને મ્યૂટ કર્યા પછી અવાજ થોડો ઓછો થયો હતો. અને લોકોને છે હેકની આશંકા કે આ કોઈ પ્રકારે હેક કરાયું છે? અને જેમાં કેટલાક રિપોર્ટના અનુસાર પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક તોફાની લોકોએ આ કામ કર્યું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે સુનાવણી દરમિયાન વીડિયો લિંક હેક કરવામાં આવી હતી. તાજેતરના દિવસોમાં જજે વીડિયો લિંકને લઈને અનેક ફરિયાદો કરી છે.

Share This Article