પોલિયોના ટિપા વારંવાર લેવા જોઇએ કે કેમ તેને લઇને ભારે દુવિધાભરી સ્થિતી તમામ લોકો અને પરિવારમાં રહેલી છે. વારંવાર અમને લોકો એવુ કહેતા સાંભળવા મળે છે કે તેમના બાળકને તો પોલિયોની રસી પહેલાથી જ આપવામાં આવી ચુકી છે જેથી હવે તેને ટિપાની જરૂર નથી. જાણકાર નિષ્ણાંતો અને તબીબો આ બાબત સાથે બિલકુલ સહમત નથી. તેમનુ કહેવુ છે કે જો બાળકને જન્મના સમય, છઠ્ઠા, ૧૦માં અને ૧૪માં સપ્તાહમાં તેમજ ત્યારબાદ ૧૬થી ૨૪ મહિનાના ગાળામાં બુસ્ટર ડોઝ આપવામાં આવે છે તો પોલિયોથી સુરક્ષા મળી જાય છે. પરંતુ સરકાર દ્વારા સમગ્ર દેશમાં પોલિયો મુક્ત કરવા માટે ચાલી રહેલા અભિયાન પલ્સ પોલિયો મિશનના કારણે ભારે સફળતા સરકાર અને તંત્રને પોલિયોની સામે લડવામાં મળી ગઇ છે.
આ મિશનની સફળતા માટે આ બાબત જરૂરી છે કે અમે બાળકોને પોલિયો મિશન હેઠળ દર વખતે પોલિયો ડ્રોપ્સ પિવડાવવામાં આવે. આનો હેતુ સમગ્ર દેશમાંથી પર્યાવરણમાંથી પોલિયોની નાબુદીનો રહેલો છે. પોલિયો મુક્ત ભારતને લઇને સફળતા મળી ચુકી છે પરંતુ આને લઇને સાવધાની પણ જરૂરી છે. જેથી તમામ બાળકોને આ બિમારીની સામે રક્ષણ મેળવી લેવા માટે ટિપા આપવા જોઇએ.
કોઇ રસી છુટી જાય તો શુ થાય તે અંગે પુછવામાં આવતા નિષ્ણાંતો કહે છે કે પહેલા તબીબની સલાહ લેવી જોઇએ. જો કે ડબલ્યુએચઓની ગાઇડલાઇન્સ કહે છે કે એક ડોઝ છુટી જાય તો તે ડોઝ વર્ષભરની અંદર લઇ લેવામાં આવે તો કોઇ નુકસાન નથી. પહેલા ડોઝથી શરીર પોતાને એ માઉક્રોબ પ્રત્યે સંવેદનશીલ કરે છે. શરીરની મેમોરીમાં તે નોંધાઇ જાય છે. જો કે તબીબોની સલાહના આધાર પર તમામ નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે.