“એક એક પૈસો પાછો આપવો પડશે… આ મોદીની ગેરંટી છે.” PM મોદી
નવીદિલ્હી : ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ઘરેથી, આવકવેરા વિભાગે કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ કરોડો રૂપિયા સાંસદે કબાટમાં છુપાવીને રાખ્યા હતા. પાંચ-છ કબાટોમાંથી ૨૨૦ કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. પીએમ મોદીએ પણ આ અંગે ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ એક્સ-પોસ્ટમાં કહ્યું, “એક એક પૈસો પાછો આપવો પડશેપ આ મોદીની ગેરંટી છે”.. ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ઘરેથી કરોડો રૂપિયાની જપ્તી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટિપ્પણી કરી છે. PM એ તેમની X પોસ્ટમાં એક સમાચાર શેર કર્યા છે, “દેશવાસીઓએ આ નોટોના ઢગલા પર નજર નાખવી જાેઈએ અને પછી તેમના નેતાઓની ઈમાનદારીના ‘ભાષણો’ સાંભળવા જાેઈએપ જનતા પાસેથી જે લૂંટાઈ છે તેનો એક-એક પૈસો પાછો કરવો પડશે, આ મોદીની ગેરંટી છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more