પતિને કાયર-બેરોજગાર કહેશો તો પણ થઈ જશે છૂટાછેડા!… જાણો કોર્ટનો આ મહત્ત્વનો ચૂકાદો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સમાજમાં હવે છૂટાછેડા એ તો આમ બનતા જાય છે. ભાગદોડ વાળી આ જિંદગીમાં છૂટાછેડા એ સામાન્ય છે. કલકત્તા હાઈકોર્ટે છૂટાછેડાના કેસની સુનાવણી કરતા કહ્યું કે માનસિક ક્રૂરતા માટે પતિ તેની પત્નીથી છૂટાછેડા લઈ શકે છે. જો પત્ની તેના પતિને તેના માતાપિતાથી અલગ થવા દબાણ કરે છે અથવા તેને કાયર કહે છે, તો પણ પતિ છૂટાછેડા આપી શકે છે. સુષ્મા પાલ મંડલના છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન કોલકાતા હાઈકોર્ટે કહ્યું છે કે પતિને માતા-પિતાને છોડીને બીજે ક્યાંક રહેવાનું કહેવું એ પણ માનસિક ઉત્પીડન છે. આવી પ્રવૃત્તિઓ કાનૂની વિભાજનનો આધાર પણ છે. કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ સૌમેન સેન અને જસ્ટિસ ઉદય કુમારની ડિવિઝન બેન્ચે છૂટાછેડાના કેસમાં ચુકાદો આપતાં સ્પષ્ટ કહ્યું હતું કે પુરુષ તેની પત્ની દ્વારા માનસિક ઉત્પીડનના પુરાવા બતાવીને જ છૂટાછેડાનો કેસ દાખલ કરી શકે છે. ખંડપીઠે કહ્યું કે પતિ-પત્ની વચ્ચે ઘરેલું મુદ્દાઓ પર તકરાર અને નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાની સમસ્યાઓ સિવાય બીજું કંઈ હોતું નથી.

બીજી તરફ પતિ તેના માતા-પિતાનું ઘર છોડીને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે ભાડાના મકાનમાં ચાલ્યો ગયો હતો. કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું છે કે પુરુષ પર માનસિક ઉત્પીડન છૂટાછેડાનો આધાર બની શકે છે. એટલું જ નહીં, ઘણા કિસ્સામાં એવું જોવા મળે છે કે સાસુ-સસરાના ચહેરા પર વાત ન કરી શકવાને કારણે પત્ની નિયમિતપણે તેના પતિને ડરપોક અથવા ઓછી કમાણી કરનાર પતિને બેરોજગાર કહે છે. આવા કિસ્સાઓમાં માનસિક રીતે શોષિત પતિ પણ આવી પત્ની પાસેથી છૂટાછેડાની માંગ કરી શકે છે. બેન્ચ પશ્ચિમ મિદનાપુરની ફેમિલી કોર્ટના ૨૫ મે, ૨૦૦૯ના આદેશને પડકારતી પત્નીની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેણે ક્રૂરતાના આધારે તેના પતિને છૂટાછેડા આપ્યા હતા. ફેમિલી કોર્ટે ૨ જુલાઈ ૨૦૦૧ના રોજ દંપતીના લગ્નને તોડી નાખ્યા હતા. પતિની દલીલ એવી હતી કે તેની પત્ની તેને ‘કાયર અને બેરોજગાર’ કહે છે અને તેને તેના માતા-પિતાથી અલગ કરવા માટે નજીવી બાબતો પર ઝઘડો કરતી રહે છે. બેન્ચે પતિ અને તેના પરિવાર પ્રત્યેના તેના લડાયક વલણ સહિત પત્નીના અસંસ્કારી વર્તનના અનેક ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો.

કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ સૌમેન સેન અને જસ્ટિસ ઉદય કુમપની ડિવિઝન બેન્ચે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ ખૂબ જ પવિત્ર છે. આમ ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં પ્રચલિત રિવાજો મુજબ બાળક તેના માતા-પિતાની સંભાળ લે તે સ્વાભાવિક છે. પરંતુ જો પુત્રના લગ્ન પછી તેની પત્ની સામાજિક રીત-રિવાજો કે નિયમો તોડે અને દીકરાને લાચાર માતા-પિતાના પરિવારથી દૂર લઈ જાય અથવા તેને અન્યત્ર રહેવા દબાણ કરે તો પતિને આવી પત્નીને છૂટાછેડા આપવાનો અધિકાર છે. કારણ કે તે આપણા સમાજની નિયમિત પ્રથા વિરુદ્ધ છે.

Share This Article