સિલવાસા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં કોલકાતામાં વિપક્ષના મેગા શો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, આ મહાગઠબંધનના પ્રયાસ મોદીની સામે નહીં બલ્કે દેશની જનતાની સામે છે. તેમણે કહ્યું હતું કે, તેમની દુનિયા પોતાના પરિવાર, ભાઇ-ભત્રીજાને આગળ વધારવા પર કેન્દ્રિત છે. આ લોકોની દુનિયા મોદીની નફરત સાથે શરૂ થાય છે અને મોદીને ગાળો સાથે પૂર્ણ થાય છે. તેમણે કહ્યું હતું કે, તેમની દુનિયા સવાસો કરોડ દેશવાસિઓના સંકલ્પ સાથે શરૂ થાય છે અને તેમના પર ખતમ થાય છે.
વડાપ્રધાને કહ્યું હતું કે જે બંગાળમાં રાજકીય પક્ષોને કાર્યક્રમ કરવા રોકી દેવામાં આવે છે, લોકશાહીનું ગળુ દબાવી દેવામાં આવે છે, જ્યારે ત્યાં લોકશાહીને બચાવવાની વાત થાય છે ત્યારે મોં માંથી વાહ ક્યા સીન હે જેવા જ શબ્દો નીકળે છે. સિલવાસામાં એક મેડિકલ કોલેજના શિલાન્યાસ પ્રસંગે પહોંચ્યા બાદ મોદીએ કહ્યું હતું કે, અમારા ઇરાદા અને નીતિ બિલકુલ સ્પષ્ટ છે અને દેશના વિકાસની છે અને દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે. પરિવારના વિકાસની અમારી રાજનીતિ નથી અને ઇરાદા પણ નથી. વિપક્ષ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું તું કે, આવી સ્પષ્ટ નીતિ વિરોધીઓને મુશ્કેલીમાં મુકી રહી છે. વિરોધીઓની પરેશાની એ છે કે, મોદી ભ્રષ્ટાચારની સામે આટલી મોટી કાર્યવાહી કેમ કરી રહ્યા છે.
ભ્રષ્ટાચાર ઉપર કાર્યવાહીથી ફફડી ગયેલા લોકો પોતાને બચાવી લેવા એક થઇ રહ્યા છે. વડાપ્રધાને કોલકાતામાં વિપક્ષની રેલી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, બંગાળમાં હવે લોકશાહી બચાવવાની વાત થઇ રહી છે તે હાસ્યાસ્પદ છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, સત્તાની વચ્ચે ફરતા વચેટિયાઓને મોદીએ હાંકી કાઢ્યા છે તેનાથી તેમની ઉંઘ હરામ થઇ ગઇ છે. મોદીએ ગરીબોના રેશનિંગ, પેન્શન અને તેમને મળનાર હક આંચકી લેનાર વચેટિયાઓને બહાર ફેંકી દીધા છે. પોતાના વિચારને રજૂ કરવા આ વિરોધીઓ એક મંચ ઉપર આવ્યા છે. જા વિરોધીઓ પહેલા દિનરાત કોંગ્રેસને ગાળો આપતા હતા તે તમામ લોકો એકમંચ ઉપર છે. તેમની દુનિયા પોતાના પરિવાર, પોતાના ભાઈ-ભત્રીજાવાદને આગળ વધારવા સુધી કેન્દ્રિત છે. તેમણે કહ્યું હતું કે, તેમની દુનિયા ભારતના વિકાસ માટે નથી. તેમના પ્રયાસ ભારતને ૨૧મી સદીમાં દુનિયાના શ્રેષ્ઠ દેશ બનાવવા ઉપર કેન્દ્રિત છે. પોતાના પરિવાર અને શાસનને બચાવી લેવા કેટલા પણ ગઠબંધન બનાવી લેશે તો પણ પોતાના કુકર્મોથી ભાગી શકશે નહીં.
આ લડાઈ જનતા અને મહાગઠબંધન વચ્ચેની છે. ભારતની સેનાને મેક ઇન ઇÂન્ડયાના લાભ મળે, ભારતમાં સેનાની પાસે મજબૂત ટેંક રહે તે જરૂરી છે. તેઓ દેશની સેનાની ચિંતા કરે છે. કોલકાતામાં લોકો પોતાની પાર્ટીને બચાવવામાં લાગેલા છે પરંતુ તેઓ દેશ માટે જાન લગાવી રહ્યા છે.