છેલ્લા પાંચ વર્ષના પ્રમાણમાં પેટ્રોલનો ભાવ તેની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવમાં સતત થઇ રહેલા વધારાની સીધી અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે.  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની કોઇ શક્યતાઓ જોવા નથી મળી રહી.  શુક્રવારે પેટ્રોલના ભાવ કેટલાક શહેરમાં સપ્ટેમ્બર 2013 બાદ સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયું છે.

ડીઝલના ભાવ પણ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે.  શુક્રવારે દિલ્હીમાં જ્યાં એક લીટર પેટ્રોલ માટે લોકોએ 74.08 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ત્યારે ડીઝલનો ભાવ 65.31 રૂપિયા થઇ ગયા છે.

જો કે, કોલકતા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવને 76 રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. શુક્રવારે કોલકતામાં જ્યાં એક લીટર પેટ્રોલ માટે 76.78 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. ત્યારે ચેન્નઇમાં તે 76.85 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. મુંબઇમાં એક લીટર પેટ્રોલ માટે 81.93 રૂપિયા લોકોએ ચુકવવા પડે છે.  જયારે ડીઝલની વાત કરીએ તો તે પણ 65નો આંકડો પાર કરી ચુક્યા છે. દિલ્હીમાં એક લીટર ડીઝલ 65.31 રૂપિયા મળી રહ્યા છે. કોલકતામાં લોકો એક લીટર ડીઝલ માટે 68.01 રૂપિયા આપી રહ્યા છે. જ્યારે ચેન્નઇમાં 68.90 અને મુંબઇમાં 69.54 રૂપિયા એક લીટર ડીઝલ મળી રહ્યુ છે.

Share This Article