યુનાઇટેડ આરબ એમિરેટ્સની ઇતિહાદ એરવેઝ ભારત જેવા સૌથી મોટા અને બિઝનેસ માર્કેટમાં પોતાની સેવાના ૧૫ વર્ષની ઉજવણી કરી રહી છે. એરલાઇને આ સિદ્ધિ ત્યારે પ્રાપ્ત કરી છે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્ને દેશો વચ્ચેની ભાગીદારીના મહત્ત્વ પર ભાર મુકવા માટે યુએઇની ત્રીજી વખત મુલાકાત લઇ રહ્યા છે.
ઇતિહાદ એરવેઝ ગ્રુપના સીઇઓ ટોની ડૌગ્લાસે જણાવ્યું હતું કે ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ લાંબા ગાળાના અમે મજબૂત આર્થિક, સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે અને ઇતિહાદ એરવેઝ આ બન્ને રાષ્ટ્રોને એકબીજા અને અન્યો સાથે જોડે છે. અમે અમારા નેટવર્કમાં અન્ય દેશ કરતા ભારતમાં વધુ ડેસ્ટનેશન્સમાં સેવા પૂરી પાડીએ છીએ અને ભારતને અબુધાબી મારફતે વિશ્વ સાથે જોડીએ છીએ. વૈશ્વિક સ્તરે અમે ૪,૮૦૦ કરતા વધુ ભારતીય નાગરિકોને રોજગારી પૂરી પાડીએ છીએ જે અમારી કુલ વર્કફોર્સના આશરે ૨૫ ટકા જેટલા થવા જાય છે. અમે બન્ને અર્થતંત્રોમાં સુંદર યોગદાન આપીએ છીએ અને પાછલા વર્ષે ભારતમાં ૪૮૦ કંપનીઓમાં ૧૫૧ મિલીયન ડોલર જેટલું ખર્ચ કર્યું હતું. અમારી પ્રતિબદ્ધતા નોંધપાત્ર છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.”
ઇતિહાદે પોતાની કામગીરીના પ્રથમ વર્ષમાં જ યુએઇની રાજધાની અબુધાબી અને મુંબઇ વચ્ચે સપ્ટેમ્બર ૨૦૦૪માં સીધી ફલાઇટ શરૂ કરી હતી. તેના ત્રણ મહિના બાદ અબુધાબી અને નવી દિલ્હી વચ્ચે પણ ફ્લાઇટનો પ્રારંભ કર્યો હતો.
આજે, ઇતિહાદ અબુધાબી અને ભારતના ૧૦ અગત્યના ગેટવે અમદાવાદ, બંગાલુરુ, ચેન્નઇ, કોચીન, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, કોઝીકોડે, મુંબઇ અને થિરુવન્થપુરમ વચ્ચે ૧૫૯ રિટર્ન ફ્લાઇટ્સનું સંચાલન કરે છે તેમજ તેના અબુધાબી હબ મારફતે આ દરેક ગેટવેને આંતરરાષ્ટ્રીય ડેસ્ટીનેશન્સ આખુ મિડલઇસ્ટ, યુરોપ અને આફ્રિકાને જોડે છે. ઉપખંડોમાં પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો ત્યારથી ઇતિહાદે પોતાના ભારતીય માર્ગો પર ૧૬.૫ પેસેન્જર્સનું વહન કરાવ્યું છે.
ઇતિહાદની ભારતીય માર્કેટમાં ઓફરિંગ્સમાં વધારો થવાનું ચાલુ જ છે. એરલાઇન પોતાની ફ્લાઇટ્સમાં સતત વધારો કરી રહી છે અને નવા, મોટા એરક્રાફ્ટનો ઉમેરો કરી રહી છે જેમાં છેલ્લે ઉમેરવામાં આવેલા બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરનો પણ સમાવેશ થાય છે, જે મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદ સહિતના શહેરોને આવરી લે છે.
ઇતિહાદ ગેસ્ટ કે જે એરલાઇનનો લોયલ્ટી પ્રોગ્રામ છે, તેણે તાજેતરમાં જ ભારતના સૌથી મોટા ક્રેડિટ કાર્ડ પ્રોવાઇડર્સમાંના એક એસબીઆઇ કાર્ડ સાથે ભારતીય મુસાફરોને વિઝા ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકોને વિશિષ્ટ મુસાફરી ઓફર કરવા માટે ભાગીદારી કરી હતી. અને જે મહેમાનો ભારતથી અમેરિકા ઇતિહાદ મારફતે મુસાફરી કરે છે તેમને અબુધાબી એરપોર્ટ ખાતે કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન સવલત પૂર પાડવામાં આવે છે જેથી તેમને વિદાય લેતા પહેલા અબુધાબીમાં જ યુએસ ઇમીગ્રશન, કસ્ટમ્સ અને એગ્રીકલ્ચર ફોર્માલિટીઝ પૂરી કરવામાં સહાય કરી શકાય.
ભારત ઇતિહાદ કાર્ગો માટે એક અગત્યનો વ્યૂહાત્મક સ્ત્રોત છે. અબુધાબી અને ભારત વચ્ચે ૧૫૦ સાપ્તાહિત પેસેન્જર એરક્રાફ્ટ પર વિશાળ કાર્ગો કેપેસિટી ઉપરાંત ઇતિહાદ કાર્ગો દિલ્હી, મુંબઇ, બેંગાલુરુ અને ચેન્નઇ ખાતે એક સમર્પિત ફ્રેઇટર કાર્ગોનું પણ સંચાલન કરે છે. છેલ્લા એક દાયકામાં ઇતિહાદે ભારતથી અને ભારતમાં ૫૬૦,૦૦ ટન કાર્ગોનું વહન કર્યું છે, જેમાં જનરલ કાર્ગોથી ગારમેન્ટ્સ, પેરિશેબલ પ્રોડક્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રોનીક્સ સહિતની ભારતની અગત્યની નિકાસનો પણ સમાવેશ થાય છે.
ઇતિહાદે અનેક પ્રકારના કોર્પોરેટ સામાજિક જવાબદારી દ્વારા પણ ભારતને ટેકો આપવાનું સતત રાખ્યું છે, જેમાં તેના નવી શૈક્ષણિક સવલતો અને સપ્લાય માટે ભંડોળ પૂરું પાડવું કે એકત્ર કરતા ગ્લોબલ એજ્યુકેશન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. એરલાઇન કૌશલ્ય વિકસાવવા પણ વર્કશોપ્સ ચલાવે છે અને મહિલાઓના સશક્તિકરણમાં મદદ કરે છે અને કેરળમાં આવેલા ફૂર જેવી વિનાશમાં સહાય કરવા માટે સાધનો પણ પૂરા પાડે છે, કેરળમાં તેણે તાજુ પાણી, વસ્ત્રો, રસોડાના વાસણો અને હાઇજેનિક કીટ્સ રાજ્યમાં રાહત કેમ્પમા રહેલા ૧,૦૦૦થી વધુ લોકોને પૂરી પાડી હતી.
જેટ એરવેઝમાં લઘુમતિ શેરહોલ્ડર અને અગત્યના ભાગીદાર એવી ઇતિહાદ અબુધાબી મારફતે ભારત સાથે આંતરરાષ્ટ્રીય કનેક્ટીવિટીમાં સુધારો કરવા મટે સક્ષમ બની હતી. ચાલુ વર્ષના પ્રારંભે જેટની ફ્લાઇટો રદ કરવામાં આવી હોવા છતાં ઇતિહાદે સતત રીતે અને રચનાત્કમ રીતે ભારતીય કેરિયરને પુનઃસજીવન કરવાના પ્રયત્નો કર્યા હતા. અને ઝડપથી વિકસતા આ બજારમાં સેવા પૂરી પાડવામાં મદદ કરવા માટે અન્ય સ્થાનિક ભાગીદાર સાથે સહયોગ સાધવાની તકો સતત શોધતી રહે છે.